ગુજરાતમાં સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારી શરૂ થઈ ગઈ છે. હવે 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડશે. આ માટે રાજ્ય સરકારે PPPના ધોરણે 85 ફિટનેસ સેન્ટરોને મંજૂરી આપી છે. જેમાં 15 વર્ષથી વધુ જૂના વાહનોની ચકાસણી થશે. ફેલ થશે તો વાહનો ભંગારમાં મોકલાશે. ફિટનેસ સેન્ટરમાં ટેસ્ટની ફી જલદી નક્કી થશે. આપને જણાવી દઈએ કે, અમદાવાદ જિલ્લામાં જ 20 લાખ વાહનો 15 વર્ષથી વધુ જૂના છે.
