25 વર્ષ સુધી પારલે-જી બિસ્કિટના નાના પેકેટની કિંમત માત્ર ચાર રૂપિયા રહી. કંપનીએ આ પ્રાઇસ ટેગ કેવી રીતે જાળવી રાખ્યું છે તે સ્વિગીના ડિઝાઇન ડિરેક્ટરે સમજાવ્યું છે. તેમણે કહ્યું કે, કંપનીએ કિંમત સમાન રાખી, પરંતુ કદ ઘટાડવાનું શરૂ કર્યું. પહેલા પારલે-જીનું પેકેટ 100 ગ્રામનું આવતું હતું. પછી તે ઘટાડીને 92.5 ગ્રામ કરવામાં આવ્યું. પછી 88 ગ્રામ અને આજે નાનું પેકેટ 55 ગ્રામના વજન સાથે આવે છે.