પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જ્યારે 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે દુબઈના મેદાન પર ઉતરશે ત્યારે ઈતિહાસ રચશે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 કે તેથી વધુ મેચ રમનાર પ્રથમ ભારતીય હશે અને વિશ્વનો બીજો ખેલાડી બનશે. આ મામલામાં ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર ટોપ પર છે. તેના પછી વિરાટ કોહલી હશે, જેણે 102 ટેસ્ટ, 262 વન-ડે અને 99 ટી-20 રમી છે.
