બનાસકાંઠામાં અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ લાંબી બીમારી બાદ દેવલોક પામ્યા છે. અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજનું નિધન થતા ભક્તોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ગાદી સંભાળતા મહેન્દ્રભાઈ કાંતિલાલ ઠાકર દેવલોક પામ્યા છે. તમને જણાવી દઈએ કે, અંબાજી મંદિરમાં સિધ્ધપુરના ઠાકર પરિવારનો ગાદી પર પૂજા કરવાનો ધારો છે.
