Creative Strokes એક્ઝિબિશન તા-6-8-2022 ના રોજ બોપલ-ઘુમા ખાતે આ exhibition નું આયોજન કરવામાં આવ્યું હતું.યુવા વિદ્યાર્થિઓ અને નાના બાળકો દ્વારા તેમની સર્જનાત્મકતા બહુ જ સુંદર રીતે જોવા મળી ખાસ કરી બાળકો દ્વારા પોતાની સમજ શક્તિ અને ક્રિએશન દ્વારા સુંદર અને નવીનતાસભર ચિત્રો જોવા મળ્યા. આ ૩૫ જેટલા બાળકોએ આઝાદીના મહોત્સવ નિમિત્તે દેશભક્તિ વિષયક પ્રશ્નોના બહુ જ સહજતાથી જવાબ આપ્યા હતા. આ exhibition નું આયોજન ચિત્રકાર-શૈલી વૈશ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.જેના ચીફ ગેસ્ટ-ચિત્રકાર રાજેશ બારૈયા (શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ) અને સુધીર ઠક્કર (સિનિયર એક્ઝિ.પ્રમોટર kokoyu કેમલીન) સાથે કિરણ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.