લાયન્સ ક્લબ ઓફ પરફેક્શન, પારિજાત, માનવમંદિર અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ, ખોખરા, મણિનગર ખાતે પરિવર્તન ફાઉન્ડેશન ની એચ.આઈ.વી. પ્રભાવિત બહેનો સાથે કૉલેજના વિદ્યાર્થીઓ અને લાયન્સ ક્લબનાં મિત્રોએ રાખડી બાંધીને સ્વસ્થ જીવનની શુભકામનાઓ પાઠવી. ઉપરાંત એચ.આઈ.વી. પ્રભાવિત બહેનોને સાડી, છત્રી, અને વાસણનું વિતરણ કરવામાં આવ્યું.
જેમાં મોટી સંખ્યામાં કૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, લાયન્સ નાં મહાનુભાવો, ટ્રસ્ટનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીક્ટ ૩૨૩૨ બી૨ નાં ડીસ્ટ્રીક્ટ ચેયરપર્સન ડૉ અંબરીષ ત્રિપાઠી એ કહ્યું હતું કે, ” એચ.આઈ.વી. પ્રભાવિત વ્યક્તિઓ સાથે ભેદભાવ યુક્ત વ્યવહાર ના થાય અને તેઓનો સામાજીક સ્વીકાર થાય ઉપરાંત એઇડ્સ જનજાગૃતિ અભિયાન માટે યુવાનો નેતૃત્વ કરે અને સમાજ એચ.આઈ.વી. ઇન્ફેક્શન થી મુક્ત બને, તે હેતુથી આવા કાર્યક્રમ યોજવામાં આવે છે. ”
ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટ નાં ભરત પટેલ જણાવ્યું હતું કે, આ જનજાગૃતિ અભિયાન દ્વારા એચ.આઈ.વી. ઇન્ફેક્શન રોકવામાં મોટી સફળતા મળી શકે છે.
