બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હોસ્પિટલમાંથી પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે વ્હીલ ચેર પર બેઠેલી જોવા મળી રહી છે. શિલ્પાના ડાબા પગ પર પ્લાસ્ટર છે. અભિનેત્રીએ જણાવ્યું કે, શૂટિંગ દરમિયાન તેના પગમાં ઈજા થઈ હતી. જેના કારણે તે હવે 6 અઠવાડિયા સુધી કામ કરી શકશે નહીં. આ દિવસોમાં શિલ્પા નિર્દેશક રોહિત શેટ્ટીની આગામી વેબ સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
