મફત ચૂંટણી વચનો પર સુનાવણી, SCએ ECને લગાવી ફટકાર

મફત ચૂંટણી વચનો પર પ્રતિબંધ મૂકવાની માંગણી પર SCમાં સુનાવણી ચાલી રહી છે. CJI એનવી રમનાએ ECને ઠપકો આપતા કહ્યું ‘તમે એફિડેવિટ ક્યારે ફાઈલ કરી? રાત્રે તો અમને મળી નથી, સવારે અખબાર જોઈને ખબર પડી. SCએ કહ્યું આ મુદ્દો ઉકેલવા એક સમિતિની રચના થવી જોઈએ. તેના પર ECએ તેના સોગંદનામામાં કહ્યું કે, અમે એક બંધારણીય સંસ્થા છીએ. કમિટીમાં અમારો સમાવેશ કરવાથી નિર્ણય પર દબાણ સર્જાશે.