દિલ્હી સરકારે ફરી એકવાર જાહેર સ્થળોએ તાત્કાલિક અસરથી માસ્ક પહેરવાના ફરજિયાત કરી દીધા છે. હવે દિલ્હીમાં માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયાનો દંડ લાગશે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટમાં કોરોના મહામારીથી દિલ્હીમાં અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે.
