
બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ દ્વારા ભવ્ય રીતે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો:-
તારિખ ૧૧/૮/૨૦૨૨ ગુરુવારનાં રોજ બ્રાહ્મણોનાં અતિ મહત્વ પૂર્ણ તહેવાર “બળેવ”ની ઉજવણી સિકંદરાબાદ સ્થિત શ્રી ગુજરાતી સેવા મંડળ માં કરવામાં આવી હતી. બ્રહ્મ સમાજના અધ્યક્ષ શ્રી તરુણભાઈ મહેતા અને સચિવ શ્રી હરિશભાઈ દવેની આગેવાની હેઠળ
પુરી કમિટી મેમ્બર્સનાં સહકારથી આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ.
જીવનનાં સોળ સંસ્કારમાં
બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત એ એક પવિત્ર સંસ્કાર છે. પ્રત્યેક બળેવને દિવસે બ્રાહ્મણો પોત પોતાની જનોઈ બદલે છે.
કાર્યક્રમમાં સૌથી નાની ઉંમરનાં ભૂદેવ થી માંડી ને વયસ્ક બ્રાહ્મણ
ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્ય શાસ્ત્રી શ્રી પ્રવીણ ભાઈ દવે હતાં. સહાયક શાસ્ત્રી તરીકે શ્રી પ્રશાંતભાઇ શુકલ હતાં.
શ્રી મયૂર પુરોહિત અને શ્રી જીતેન્દ્રભાઈ દવેની ટીમ દ્વારા સૌને પુજન સામગ્રીઓ તૈયાર કરવામાં મદદરૂપ થયાં હતાં.
સૌએ આનંદ પૂર્વક બળેવનાં કાર્યક્રમની ઉજવણી કરી હતી. કાર્યક્રમનાં અંતમાં માજી પ્રમુખ શ્રી દિપકભાઈ ભટ્ટ તરફથી ફળાહાર ની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
તા.ક. ૧૪ મી ઓગષ્ટ નાં રોજ “બળેવ સનેહ મિલન” નો સાંસ્કૃતિક કાર્યક્રમ સપરિવાર ધામધૂમથી રંગે ચંગે ઉજવાશે એની પૂર્વ સૂચના સૌને આપવામાં આવી છે.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૧૨/૮/૨૦૨૨.