સ્મશાને વળાવી દીધાં પછી ક્યાં કોઈ કોઈને યાદ કરે છે
અભિમન્યુ પર હવે ક્યાં કૌરવો પ્રથમ પ્રહાર કરે છે
પહોંચે એ પહેલે કોઠે ત્યાં જ તો પાંડવો સંહાર કરે છે
જગ જીતી શકવાની નિયત,ક્ષમતા ને હિંમતવાળાની
બહારની પહેલાં તો આંતરશત્રુઓ જ હાર કરે છે
વિભીષણો હજીય સતા,સંપત્તિ માટે ફેરવી લે છે પક્ષ
સૌથી મોટાં શત્રુની ભૂમિકા તો સૌથી મોટો યાર કરે છે
આમ જુઓ તો આ રમત છે બ્રમ્હા,વિષ્ણુ,મહેશની જ
જે પોષે છે પહેલાં તે જ તો આ સંસારમાં સંહાર કરે છે
આ દોસ્તી,આ દુશ્મની,આ પ્રેમ,આ બધું માત્ર શબ્દો છે
સ્મશાને વળાવી દીધાં પછી ક્યાં કોઈ કોઈને યાદ કરે છે
-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં થી