‘ગુલબાઈ ટેકરા’ને અમદાવાદનું હોલિવૂડ કહેવામાં આવે છે. કન્નગી ખન્ના નામની એક ફોટોગ્રાફરે હોલિવૂડની ફેમસ અભિનેત્રીઓના પોટ્રેટ લઈ ગુલબાઈ ટેકરાની મહિલાઓ સાથે એક બ્લેક એન્ડ વાઈટ ફોટોગ્રાફી કરી હતી. તેની આ ફોટોગ્રાફીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. કન્નગીના આ કલાકારી બાદથી જ ગુજરાતનું ગુલબાઈ ટેકરા ચર્ચામાં આવ્યું હતું અને હવે આ વિસ્તારને ગુજરાતનું હોલિવૂડ કહેવામાં આવે છે. 🎭👍