અમદાવાદમાં BSF ના જવાનો સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું.
https://www.instagram.com/reel/ChRtVb3FSYr/?igshid=MDJmNzVkMjY=

દેશભરમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આ બધાથી તદ્દન અલગ રીતે અમદાવાદમાં BSF ના જવાનો સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. રજાઓના દિવસોમાં દેશવાસીઓ પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા અને રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે ત્યારે બોર્ડર પર રહીને દેશની સેવા કરતા આ જવાનો પોતાના પરિવારજનો સાથે આ પ્રકારનો સમય ગાળવાનો ચાન્સ મળતો નથી એટલા માટે જ BSF ના જવાનો એક સાથે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જઈ શકે અને ખરા અર્થમાં નાચતા કુદતા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી શકે તે માટેના હેતુ સાથે અલાયદું આયોજન અમદાવાદના સિંધુભવન રોડ પર જોવા મળ્યું. સ્વતંત્રતા દિવસની ઉજવણી BSF ના જવાનો તેમના પરિવારજનો સાથે એક સાથે દેશભક્તિ ના ગીતો ગાઈ ને ઉજવણી કરતા જોવા મળ્યા ઈન્ડોલિયન ગ્રુપ દ્વારા કરાયેલા BSF ના જવાનો તેમના પરિવારજનો સામાન્ય નાગરિકો તેમજ BSF ના જવાનો તેમના પરિવારજનો સાથે નાચતા કુદતા ઢોલ નગારા ના તાલે ઝૂમતા જોવા મળ્યા.. એટલુજ નહિ BSF ના જવાનો તેમના પરિવારજનો સાથે ગુજરાતી ભોજન નો પણ સ્વાદ માન્યો.. ઈન્ડોલિયન દ્વારા કરાયેલા જવાનો માટે ના આ આયોજનને BSF જવાનો એ ખરેખર બિરદાવવામાં આવ્યું અને આ પ્રકાર નું આયોજન પ્રથમ વખત પરિવાર સાથે કરાયું હોવાની ખુશી જવાનો ના ચહેરા પર જોવા મળી
*Byte દેબાસીસ સાહુ કમાન્ડર BSF*
*Byte રિતેશ વ્યાસ આયોજક*