અમદાવાદમાં હોટલ પ્રાઇડ પ્લાઝામાં લાયન્સ ઇન્ટરનેશનલ(જોધપુર હિલ) ૪૬મું ઇન્સ્ટોલેશન સેરેમની નું દબદબાપૂર્વક આયોજન થયેલ.જેમાં, અપકમિંગ નિમાયેલા પ્રેસિડન્ટ, સભ્યોનાં શપથ ગ્રહણ કરી તેમનું વેલકમ કરવામાં આવે છે, જેમાં લિઓ પ્રેસિડન્ટ તરીકે દિયા બારૈયા ની પસંદગી કરવામાં આવી છે. હાલમાં તેઓ શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે. ઉપરાંત, 2022માં તેઓ લલિત કલા એકેડેમી દ્વારા એવોર્ડથી સન્માનિત થયા છે. તેઓ ખૂબ જ ઉત્સાહી, સેવાકીય સુજબુજ ધરાવતી મક્કમ મનોબળ વાળી,કંઈક નવું કરવા સદાય તત્પર રહેનારી છે.તેઓ ગત વર્ષે ફર્સ્ટ વી.પી. તરીકે રહી ચૂકેલ છે.આ પ્રસંગે નવા નિમાયેલા પ્રેસિડેન્ટ- પુષ્પક શાહ, (પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર) બાલમુકુંદ શાહ, (પાસ્ટ પ્રેસિડેન્ટ)દીપક શાહ,(પી.ડી.જી) મણીભાઈ પટેલ,ડોક્ટર સંજય વકીલ (પ્રિન્સિપાલ H.A.કોલેજ) અને લાયન કૌશિકભાઈ પટેલ (એમ.એલ.એ નારણપુરા) ખાસ ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી.