
જય ગુજરાત
આજે જ્યારે આખો દેશ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા આઝાદીના 75 માં અમૃત મહોત્સવ ને ઉજવી રહ્યો છે ત્યારે વિશ્વ ગુજરાતી સમાજ કે જે
વિશ્વનું મોટું સંગઠન બનવા જઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર માં આજે વિશ્વ ગુજરાતી સમાજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અમિતભાઈ રાવલ તથા જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ દવે તથા સંગઠન-કો-ઓર્ડીનેટર મનોજભાઈ શાસ્ત્રી તથા કન્વીનર બુટેશભાઈ તેમજ વિપુલભાઈ મીઠાપરા તથા અન્ય કાર્યકર્તાઓ ની એક બેઠક મળી હતી અને સુરેન્દ્રનગર નિવાસી રાજેન્દ્રસિંહ રાણા પણ વિશ્વ ગુજરાતી સમાજમાં જોડાયા અને 75 માં આઝાદીના અમૃત મહોત્સવને દિવ્યોત્સવ બનાવી વઢવાણ માં નિવાસ કરતા શહીદ બારડ જયપાલ ના પરિવારનું ફ્રેમ અને રાષ્ટ્રધ્વજ આપી એમનું બહુમાન કર્યું હતું