કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી ખરાબ થઈ ગઈ છે. રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યા બાદ દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવની તબિયત 10 ઓગસ્ટના રોજ બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, હવે રાજુ શ્રીવાસ્તવની તબિયત અંગેના લેટેસ્ટ અપડેટ મુજબ, તેમની હાલત ફરી નાજુક બની ગઈ છે. તેમના મગજમાં પાણી ભરાઈ ગયું છે.
