અમદાવાદ ફોટો જર્નાલિસ્ટ્સ એસોસિએશન અમદાવાદ દ્વારા 23મી ઓગસ્ટે ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. આ એક્ઝિબિશનમાં શહેરના 31 ફોટોજર્નાલિસ્ટ્સના 160 ફોટોઝ પ્રદર્શિત કરાશે. 28મી ઓગસ્ટ સુધી રવિશંકર રાવળ કલાભવન ખાતે યોજાનારા આ એક્ઝિબિશનમાં વર્ષ 2018થી 2022 સુધીના કલ્ચરલ, સોશિયલ, નેચર, વાઇલ્ડ લાઇફ, પોલિટિક્સ, ડ્રોન ફોટોગ્રાફી, વિવિધ બિઝનેસમેનના પોટ્રેટ ફોટોગ્રાફ્સ અને કોરોનાના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાશે. આ ફોટો એક્ઝિબિશનને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મુકશે.