CBIએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા છે. આ સાથે CBIએ દિલ્હી-NCRમાં 20 અન્ય સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. એલજીએ એક્સાઈઝ પોલિસીને લઈને તપાસની ભલામણ કરી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સિસોદિયાએ ટ્વીટ કરીને તપાસમાં સહકાર આપવા જણાવ્યું છે. ઉપરાંત સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, સારા કામને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.
