્રી ગુજરાતી બ્રહ્મ સમાજ અને શ્રી ગાયત્રી મહિલા મંડળ હૈદરાબાદ-સિકંદરાબાદ દ્વારા સંયુકત રીતે ‘બળેવ સ્નેહ મિલન’ નો ‘રંગારંગ કાર્યક્રમ’ ઉજવવામાં આવ્યો:-
તારીખ ૧૪ મી ઓગસ્ટ રવિવારે શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી ઉજવણીના ભાગરૂપ ‘રંગારંગ કાર્યક્રમ’
શ્રી ગુજરાતી સેવા મંડળ માં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. હૈદરાબાદ સિકંદરાબાદના સર્વે બ્રહ્મ પરીવારજનો સાંજે પાંચ વાગ્યે ઉત્સાહ અને ઉમંગ સાથે હાજર થયાં હતાં આ સાથે જ રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ હતી. સૌ પ્રથમ માનદ સચિવ શ્રી હરીશભાઈ દવેએ માનદ પ્રમુખશ્રી તરુણભાઈ મહેતા, પૂર્વ પ્રમુખશ્રીઓ, બ્રહ્મ સમાજ નાં કમિટી મેમ્બરો અને શ્રી ગાયત્રી મહિલા મંડળ નાં કમિટી મેમ્બરોને ‘ગણેશ-પૂજન’ અને ‘દિપ-પ્રાગટ્ય’ માટે મંચ પર આવવા નિમંત્રિત કરી ગણપતિ બાપાનું પૂજન અને દીપ પ્રાગટ્ય કર્યું. દીપ પ્રાગટ્ય બાદ શ્રી તરુણભાઈ મહેતાએ શ્રી ગાયત્રી મહિલા મંડળના અધ્યક્ષા શ્રીમતી કલ્પનાબેન દવેને મંચ પર આમંત્રિત કર્યા અને તેમને મંચ સંચાલન ની કામગીરી સોંપી દીધી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે
હવે પછીના તમામ કાર્યક્રમ નું સંચાલન શ્રીમતી કલ્પનાબેન દવે કરશે . સર્વે હાજર રહેલાં પરિવારજનોએ શ્રીમતી કલ્પનાબેન ને તાળિઓથી વધાવી લીધાં હતાં .
સ્પર્ધકો નાં ક્રમાનુસાર નામ બોલાવી ને મંચ પર બ્રહ્મ સમાજની બાળાઓએ સરસ નૃત્યો રજૂ કરેલા . તથા દેશભક્તિનાં ગીતો પણ ગાયાં હતાં. ત્યારે સૌ પ્રેક્ષકોએ સમાજ નાં કલાકારો ને તાળિઓથી પ્રોત્સાહિત કર્યા હતાં. ‘વોઈસ ઓફ મુકેશ’ તરીકે જાણીતાં સુપરહિટ ગાયક શ્રી ભરતભાઈ જસાણી અને તેની ટીમને મંચ પર આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. શ્રી ભરતભાઈ
જસાણી અને તેમનાં ટીમ મેમ્બર્સ શ્રીમતી આભા મેડમ, શ્રીમાન ઉદયભાઇએ સુંદર મજાનાં જુના અને નવા હિન્દી ફિલ્મોનાં ગીતો રજૂ કરેલાં. આથી સભામાં સૌ આનંદિત થઈ ગયાં હતાં. પ્રમુખશ્રી તરુણભાઈ મહેતાએ મોકો મળતાં જ જુના ફિલ્મી ગીતો ગાયેલાં. આ સાથે જ સૌને આશ્ચર્યચકિત કરી દીધેલાં.આ માટે આદરણીય વડીલ શ્રી તરુણ ભાઈ એ સારી એવી પૂર્વ તૈયારીઓ કરી હતી. ઈકો સાઉન્ડ મ્યુઝિક સિસ્ટમ ની
સુંદર વ્યવસ્થા હોવાથી સંગીતની ખુબ જ સરસ મજા સૌએ માણી હતી.
આ દિવસે શહેરમાં ભારે વરસાદ થયો હતો છતાં પણ ભારે સંખ્યામાં
સભ્યો હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે શ્રી ગુજરાતી સેવા મંડળના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી જશભાઈ પટેલ, માનદ સચિવ શ્રી જનકભાઈ બ્રહ્મભટ્ટ, ભાગ્યનગર ગણેશ ઉત્સવ સમિતિના મુખ્ય સચિવ ડો.શ્રી ભગવંતરાવ, લવ ફોર કાઉ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી જસમતભાઈ પટેલ, પ્રાણીમિત્ર શ્રી રિતેશ જાગીરદાર, જૈન ચેતનામંચના શ્રી મુકેશ જૈન અને ગુજરાતી સેવા મંડળના કમિટી મેમ્બરો ઉપસ્થિત રહેલાં જે તમામ મહેમાનોનું અને તમામ ગાયક- કલાકારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
હતું. કાર્યક્રમના અંતે શ્રીમતી કલ્પના બેને સર્વેનો ખુબ ખુબ આભાર માનેલો અને વિશેષમાં જણાવેલ કે, આજના કાર્યક્રમ બાબતમાં તમારા પ્રતિભાવો પ્રમુખ શ્રી તરુણભાઈ મહેતા ને વોટ્સએપ અગર ફોન દ્વારા મોકલી આપશો. કાર્યક્રમને અંતે બ્રાહ્મણો નાં અતિ પ્રિય લાડુ નું વિવિધ વાનગીઓ સાથે નાં પ્રિતી ભોજનથી કાર્યક્રમનું સમાપન થયું હતું.