રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, મોંઘવારી તેની ટોચે પહોંચી ગઈ છે અને હવે ભાવ નીચે આવશે. તેમણે કહ્યું કે, RBI દરેક ડેટા પર નજર રાખી રહી છે. અત્યારે કોઈપણ પ્રકારની શિથિલતાને અવકાશ નથી. દાસે એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી. જણાવી દઈએ કે છેલ્લા 4 મહિનામાં RBIએ મોંઘવારી પર કાબૂ મેળવવા માટે રેપો રેટમાં 3 વખત વધારો કર્યો છે.
