Namo News
No Result
View All Result
Thursday, June 1, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

::::::::::એ જ મારી ગુરુ!::::::::::::#માયા દેસાઈ મોડરેટર

by namonews24
August 24, 2022
0
154
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

સારી ગૃહિણી એટલે ટીપટોપ, સ્વચ્છ ઘર રાખનારી એવું માનનારી ઘણી સ્ત્રીઓ આ સ્વચ્છતા પાછળ સઘળી શક્તિનો વ્યય કરી નાંખે.આમ કરવામાં એ પોતે થાકે અને બીજાં પાસે પણ એટલી જ સ્વચ્છતાનો આગ્રહ રાખે ત્યારે સમજફેરથી અશાંતિ સર્જાય.આ અતિ સ્વચ્છતાની ટેવથી એ સ્ત્રી પાસે બીજું કશું સમયસર કરવાનો અવકાશ રહેતો નથી તેથી ઘણાં કારણો ઉદ્ભવી ઘરનાં સભ્યો વચ્ચે વિખવાદ સર્જાય. આ સ્વચ્છતાની જીદ કે દુરાગ્રહ વિશે એ પાત્રને સમજાવવું પણ કઠિન હોય છે.એકની જીદ સામે ઘરનાં આનંદનો ભોગ લેવાય.

ફાલ્ગુની પરણીને મૌનીશ સાથે રહેવા નવી જગ્યાએ આવી ત્યારે એનાં શમણાંને સાકાર કર્યાં.મનપસંદ રંગની દિવાલો, ફર્નિચર તો ખરાં જ પણ પડદાં અને કાર્પેટ માટે પણ એની અનોખી પસંદ હતી.એ પ્રમાણે મેળવવા ફાલ્ગુની પ્રતીક્ષા કરવા તૈયાર રહેતી પણ પસંદમાં બાંધછોડ નહીં.એની દરેક વિશિષ્ટ ખરીદી કે પસંદને મિત્રો, સખીઓ ખાસ બિરદાવતાં. ફાલ્ગુનીની આ ઘર માટે કે એની વસ્તુઓ પ્રતિ ચાહત તો સમજી શકાય પણ સ્વચ્છતા પ્રત્યે અનન્ય ચીવટ રહેતી.

રસોઈનું કામ જાણે એને ગૌણ લાગતું,મુખ્ય કામ એટલે ચકચકિત ઘર. મૌનીશ અને હવે તો મોટી થયેલી સલોની પણ એની આ ચીવટથી થાક્યાં હતાં. ઘરમાં પ્રવેશતા જ બે વાર પગ લૂછવા, બાથરૂમ વાપરી વ્યવસ્થિત,ભેજરહિત કરી રાખવો,બદલેલાં કપડાં યોગ્ય જગ્યાએ પહોંચી જ જવા જોઈએ…અરીસા પર ડાઘ નહીં,ફર્શ પર પગલાં નહીં…અધધધ!

સાસુ લતાબહેન ફાલ્ગુનીની અડફેટે આવતાં નહીં પણ, કોઈ દિવસ હિંચકા પરની ગાદી ખસી હોય કે સોફાનું કવર કરચલી બતાવે ત્યારે બકરતી ઠીક કરી લેતી.એકાદ વાર લતાબહેન હસતાં હસતાં કહી લેતાં,” ફાલ્ગુની,આ નિર્જીવ વસ્તુઓ પર વધુ પડતો સમય અને શક્તિ ના વેડફો. સવારથી કામ પર ગયેલા પતિને બાર કલાકે ઘરે આવે તો સાદું પણ તાજું અને ગરમ જમાડો.સલોની પણ ભણીને થાકેલી આવે તો પ્રેમથી, હૂંફથી તાજું ખાવા આપો તો!”

બસ,આવી વાત થઈ કે વાદ વિવાદ અને દલીલ સિવાય કંઈ નીપજતું નહીં.મા નું ઉપરાણું લઈને મૌનીશ બોલે તો તેનાં પર પસ્તાળ અને સલોની બોલી તો તો ..! આવું તો છાશવારે બન્યા કરતું, દલીલબાજીમાં પોતાનો જ કક્કો ખરો કરાવતી ફાલ્ગુની. બધાં જ મનથી દુઃખી થતાં,બે ચાર દિવસ શાંતમ્ પાપમ્! ફાલ્ગુનીનું સ્વચ્છતા અભિયાન ત્યારે વધુ જોરમાં ચાલતું અને રસોઈમાં વધુ નિરસતા.

જેમ ચાલે છે તેમ ચાલવા દઈ શાંતિ જાળવવા પ્રયત્ન થતો.ફાલ્ગુનીની આ વૃત્તિથી એ ખાસ ઘરમાંથી બહાર ન નીકળી શકતી, કોઈ એવી અંગત સખી કે સગું નહીં જે એને આ અતિશયોક્તિ વિશે સમજાવી શકે.

છેલ્લાં ચારેક દિવસથી મૌનીશ પત્નીમાં ફેરફાર જોઈ મા સામે જોઈ રહેતો.લતાબહેન પણ તાગ નહોતાં પામી શક્યાં.સૌને લાગ્યું દિવાળીનો વધુ પડતો થાક હશે.પરંતુ બે દિવસથી તો ફાલ્ગુની સાફસફાઈ સાથે પ્રસન્ન ચિત્તે ગરમ જમવાનું પણ પીરસી રહી હતી.. આશ્ચર્યમ્! શાંત ચિત્તે જમી લીધાં બાદ મૌનીશે , રસોડાંમાં જ ફાલ્ગુનીને પ્રેમથી આંતરી પૂછી લીધું,” કોણ ગુરુ મળી ગયો છે મારી ફાલુને! અમે તો સમજાવી થાક્યાં..”

ફાલ્ગુની પણ એટલાં જ પ્રેમથી મૌનીશને કહ્યું,” હા..એમ જ સમજ.તે દિવસે જમણવાર બાદ વધેલ પૂરી,ફરસાણ અને થોડી દિવાળીની મિઠાઈ લઈ હું આપણી ગલીના નાકે આવેલ પેલી ઝૂંપડી પાસે ગઈ.આવતા જતાં ત્યાં નાનાં બાળકો હોવાનું જાણ્યું હતું તેથી મને થયું બચ્ચાં ખુશ થશે. ત્યાં ગઈ તો નિ: શબ્દ.એ પુરુષને પગે ખોડ હોવાનું મેં નોંધ્યું હતું પણ..એની ઘરવાળી પણ કાખઘોડી પર.

એ સ્ત્રી ગરમ ગરમ રોટલી ઉતારી રહી હતી અને વ્હીલચેર પર ફૂગ્ગા વેચવા નીકળતા પતિને ખાઈને જવા આગ્રહ કરી રહી હતી. મને જોતાં જ એ જેમતેમ દરવાજા પાસે આવી બોલી,” બહેન,આ ધંધે જવા નીકળી રહ્યાં છે એટલે ઉતાવળ છે. પેલો મારી સ્વર્ગસ્થ નણંદનો દીકરો છે,એ બેસીને ફૂગ્ગા ફૂલાવી આપે અને મામા ભેગો થોડીવાર જાય.મારી વ્હીલચેર પર ખૂબ ફૂગ્ગા ભરી લઈ જાય એટલે એમને બેસવા પણ મળે અને આખાં દિવસમાં વેચી શકાય.

ભાણિયો આવીને મને થોડી મદદ કરે અને અભ્યાસ કરે,નાઈટ સ્કૂલમાં ભણવા જાય છે.મારી નાનકીને ભણાવે,સારી વાત શીખવે. હું તો ફૂલ ,ગજરા વેચતી,સારો ધંધો કરતી પણ એક બાઈકે અડફેટે લેતાં આ ઘોડી પર આવી ગઈ.ઘેર બેસી આજુબાજુવાળાને આ મશીન પર થોડું સીવી આપું છું. સાંજ પડતાં જ આ મારાં ઘરનાંને ગરમ જમવાનું આપું છું.હાથ તો ઈશ્વરે સાબૂત રાખ્યાં છે ને.

આ તમારૂં ખાવાનું તો આમ વાસી થઈ ગયું છે પણ પેલાં ડ્રમમાં નાંખતા જજો.આ મારો ભાણિયો બાયોગેસ વિશે જાણી લાવ્યો ત્યારે થોડી બચત હતી એને વાપરી આ બાયોગેસ બેસાડ્યો છે. તમારાં જેવાં ઘણાં ખાવાનું આપવા આવે તેમનું ખાવામાં નહીં પણ બાયોગેસ માટે વાપરી લઈએ છીએ.ચાલો,આ ઘરવાળાને અને ભાણિયાને ધંધે જવા પહેલાં ખવડાવી દઉં.પછી આખો દિવસ ન ખાવા મળે તો વાંધો નહીં.”

ફાલ્ગુની અવિરત બોલતાં થાકી,પણ હજી બોલવું હતું. પાણી પી એ બેસી ગઈ કિચન પ્લેટફોર્મ પર અને મૌનીશનો હાથ પકડી ફરી શરૂ કર્યું,” મૌનીશ,એ ખોડંગાતી ગેસ તરફ વળી અને મારાં ચક્ષુ ખોલતી ગઈ.એની નાનકડી ઝૂંપડી પણ સ્વચ્છ અને સુઘડ હતી.પૈસાનો અભાવ, અપંગતા અને લઘુત્તમ સગવડ સાથે જીવતી આ બાઈ ઘરનાંને રોટલી ચટણી પણ તાજું અને ગરમ ખવડાવવા તત્પર અને હું! તમારા સૌનાં નારાજ ચહેરા અને વાસી રોટલીની થપ્પી દેખાઈ મને એની ઝૂંપડીમાં.મમ્મી કહે તેમ નિર્જીવ વસ્તુમાં સમયનો વ્યય પણ ત્યારે સમજાયો.

બસ,ત્યારથી મારી દિનચર્યામાં તમને ત્રણેયને તાજું અને ગરમ જમાડવું એ મુખ્ય કામ ,બાકી સમયમાં સ્વચ્છતા અને સુશોભન.એ કાખઘોડી વાળી બાઈ મારી ગુરુ જ.” મૌનીશ બોલી ઊઠ્યો,” સાચે જ વંદન તારાં ગુરુ અને એનાં સ્વજનોને.કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં.ઉપરથી પોતાનાં શ્વાસ ફૂગ્ગામાં ભરી સંતોષી જીવન જીવતાં એ સૌને સલામ છે…અને શિષ્યા ફાલ્ગુનીને ખૂબ વહાલ.”

ફાલ્ગુનીએ તરત જ કીધું,” એમ ઠાલું વહાલ નહીં, એનાં બાયોગેસની વ્યવસ્થા કરવી પડશે. એનાં માટે પડોશીઓને કીધું છે ભીનો કચરો આપણાં ડબ્બામાં નાખવા.. જેથી એનો બાયોગેસ સતત ચાલુ રહે અને તાજું જમણ પણ.”

આવો છે આનંદ.માનો તો મહેલ પણ નાનો પડે નહીં તો ઝૂંપડીમાં પણ ઊભરાતો હોય!એની કોઈ પરિસીમા નહીં, કોઈ પરિભાષા નહીં કે નહીં કોઈ નિશ્ચિત આવશ્યકતા‌..એ તો બસ અનુભૂતિ!

#માયા દેસાઈ મોડરેટર

મુંબઈ ભારત.

Related Posts

“સાંઈ બાબા ભગવાન નથી”
Uncategorized

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.
NEWS

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.
NEWS

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023
બોયફ્રેન્ડ અંગે કથાવાચક જયા કિશોરીએ આપ્યું મોટુ નિવેદન.
OTHER

બોયફ્રેન્ડ અંગે કથાવાચક જયા કિશોરીએ આપ્યું મોટુ નિવેદન.

May 29, 2023
શ્વાસ તારા જો મળે, આ શ્વાસને આજીવન હર શ્વાસ મારો તો, મનગમતું સંગીત થઈ જાય  – પુજન મજમુદાર.
NEWS

શ્વાસ તારા જો મળે, આ શ્વાસને આજીવન હર શ્વાસ મારો તો, મનગમતું સંગીત થઈ જાય – પુજન મજમુદાર.

May 29, 2023
*રંગ દે બસંતી*        *વીર વિનાયક દામોદર સાવરકર*  *એકજ પરિવાર ના ત્રણ સૂપુત્રોએ જીવન રાષ્ટ્ર ને સમર્પિત કરી દીધું..!*  ( ભાગ – ૧૫)  રમેશ ગોસ્વામી “સારથિ”
NEWS

*રંગ દે બસંતી* *વીર વિનાયક દામોદર સાવરકર* *એકજ પરિવાર ના ત્રણ સૂપુત્રોએ જીવન રાષ્ટ્ર ને સમર્પિત કરી દીધું..!* ( ભાગ – ૧૫) રમેશ ગોસ્વામી “સારથિ”

May 28, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
“સાંઈ બાબા ભગવાન નથી”

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023
મહત્વના સમાચારો પર એક નજર .

GSEB ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% રિઝલ્ટ*

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023

Recent News

“સાંઈ બાબા ભગવાન નથી”

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023

Total Number of Visitors

0608407
Visit Today : 129
Hits Today : 303
Total Hits : 204003
Who's Online : 4

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

5:45:38 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In