શ્રી ગુજરાતી સેવા મંડળ ની મહિલા શાખા જીએસએમ ભગિની મંડળ દ્વારા
તારિખ 30 મી જુલાઈ નાં રોજ આનંદ મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે
એક દિવસ અગાઉ થી જ પૂર્વ તૈયારીઓ
કરવામાં આવી હતી.
કુલ 24 સ્ટોરો નાં નામ ની નોંધણી થઈ હતી. શ્રી ભરતભાઈ
પલાણે સ્ટોરો ની ગોઠવણી તેમ જ
લાઈટિંગ ની સુવ્યવસ્થા કરી હતી. પાંચ સ્ટોરો વિવિધ પ્રકારના નાં
નાશ્તાઓ સંબંધિત
હતાં. જેમ કે – પાણી પુરી, દાબેલી, વડાપાઉં, ફરાળી ફ્રેન્કી, ફરાળી ઢોકળાં, પિઝ્ઝા, નુડલ્સ, મંચુરિયા, ખીચું, ખાંડવી વગેરે.
આ વરસાદ ની મૌસમ ને લીધે હાજર રહેલાં સૌનાં મોઢા માં પાણી આવી જાય એવું હતું. બાકી નાં 19
સ્ટોરો માં તૈયાર નાશ્તાઓ, રેડિમેડ ડ્રેસો, ચણિયાચોળી,
ગીફ્ટ આઈટમ, રાખડીઓ, ઠાકોરજી નાં વસ્ત્રો આભૂષણો અને શણગાર,ઓરીફ્લેમ ની વિવિધ પ્રોડક્ટો,
આર્ટિફિશિયલ જ્વેલરી પર્સ વગેરે નાં હતાં.શ્રી ગુજરાતી સેવા મંડળ ની મહિલા પાંખ ભગિની મંડળ દ્વારા આનંદ મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું:-
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
6/8/2022.
જત જણાવવાનું કે સિકંદરાબાદ સ્થિત
શ્રી ગુજરાતી સેવા મંડળ ની મહિલા શાખા જીએસએમ ભગિની મંડળ દ્વારા
તારિખ 30 મી જુલાઈ નાં રોજ આનંદ મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે
એક દિવસ અગાઉ થી જ પૂર્વ તૈયારીઓ
કરવામાં આવી હતી.
કુલ 24 સ્ટોરો નાં નામ ની નોંધણી થઈ હતી. શ્રી ભરતભાઈ
પલાણે સ્ટોરો ની ગોઠવણી તેમ જ
લાઈટિંગ ની સુવ્યવસ્થા કરી હતી. પાંચ સ્ટોરો વિવિધ પ્રકારના નાં
નાશ્તાઓ સંબંધિત
હતાં. જેમ કે – પાણી પુરી, દાબેલી, વડાપાઉં, ફરાળી ફ્રેન્કી, ફરાળી ઢોકળાં, પિઝ્ઝા, નુડલ્સ, મંચુરિયા, ખીચું, ખાંડવી વગેરે.
આ વરસાદ ની મૌસમ ને લીધે હાજર રહેલાં સૌનાં મોઢા માં પાણી આવી જાય એવું હતું. બાકી નાં 19
સ્ટોરો માં તૈયાર નાશ્તાઓ, રેડિમેડ ડ્રેસો, ચણિયાચોળી,
ગીફ્ટ આઈટમ, રાખડીઓ, ઠાકોરજી નાં વસ્ત્રો આભૂષણો અને શણગાર,ઓરીફ્લેમ ની વિવિધ પ્રોડક્ટો,
આર્ટિફિશિયલ જ્વેલરી પર્સ વગેરે નાં હતાં.
30 મી જુલાઈ નાં રોજ બપોરે ત્રણ વાગ્યે આનંદ મેળાનું ઉદઘાટન થવાનું હતું. આનંદ મેળા નું સ્થળ શ્રી ગુજરાતી સેવા મંડળ નો
શ્રી ઘનશ્યામ ભાઈ પટેલ હોલ.
શ્રી ગુજરાતી સેવા મંડળ નાં ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ રંગપરીયા એ કાર્યક્રમ નું ઉદ્ઘાટન કર્યું હતું.
ત્યાર બાદ સેવા મંડળ ની કમિટી એ
દીપ પ્રજવન કર્યું હતું.આ કાર્યક્રમ માં શ્રી જશમતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રીમતી મયૂરી બેન રંગપરીયા એ શ્રીમાન ગીરીશભાઈ ને ગુલદસ્તો ઓમ ભેટ આપ્યો હતો. કાર્યક્રમ ને
સફળ બનાવવા માટે અધ્યક્ષાશ્રીમતી મયૂરી બેન રંગપરીયા અને માનદમંત્રી શ્રી કલ્પના બેન દવે ની આગેવાની હેઠળ સૌ કમિટી બહેનો એ આપસમાં કામ ની વહેચણી સરસ રીતે કરી હતી.
મોનિકા બેન શાહ અને ભારતી બેન રામાણીએ પ્રવેશ પત્રિકા એટલે કે
એન્ટ્રી ટિકિટ નું કામ સંભાળ્યું હતું. ઈલાબેન પટેલ અને ભાવના બેન બ્રહ્મ ભટ્ટ લકી ડ્રો ની ટિકિટો વહેંચવામાં મદદ કરતાં હતાં.
શ્રી ગુજરાતી સેવા મંડળ ભગિની મંડળ તરફથી તંબોલો
રમાડવામાં આવ્યો હતો.એનુ કામ કાજલ બેન પટેલ અને કવિતા બેન પટેલ
સંભાળ્યું હતું.
સરપ્રાઈઝ આને લકી ડ્રો ની જાહેરાત શીતલ બેન પટેલે કરી હતી.
કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો. સૌએ મન ભરીને
કાર્યક્રમ ને માણ્યો હતો.
અંતમાં ત્રણ ઈસમો જાહેર કરવામાં આવ્યાં હતાં.એક સરસ રીતે સ્ટોલ શણગારવા માટે,
સ્વાદિષ્ટ નાશ્તા માટે તેમ જ ઓવર ઓલ ઓલ રાઉન્ડર.
છેલ્લે આભાર વિધિ કરવામાં આવી હતી. એમાં સ્ટોલો રાખનાર સર્વ બહેનો ઉપસ્થિત સૌ બહેનો આમંત્રિત અતિથિ ગણ અને બંને કમિટીઓ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.