Namo News
No Result
View All Result
Saturday, January 28, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

“પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે. બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે.”- વૈભવી જોશી.

by namonews24
August 25, 2022
0
153
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

“પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે.

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે.”

“ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.”

“તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું.”

હું અમદાવાદનો રીક્ષાવાળો નવસોનવ્વાણું નંબર વાળો અમદાવાદ… અમદાવાદ બતાવું ચાલો”

‘રાખનાં રમકડાં મારાં રામે રમતા રાખ્યા રે..!”

આવાં ઢગલાબંધ ગીતો તમારાં હૈયે ને હોઠે આજદિન સુધી રમતાં આવ્યા હશે. તોય આ વિસલનગરા નાગરે એક ગજબ વાક્ય કહેલું,

“સંગીત જેનો પ્રાણ છે એવા સંગીતકમમાં ડગલે ને પગલે શિષ્ટ કાવ્યત્વ શોધવાનું આપણા કવિવરો માંડી વાળે.”

– અવિનાશ વ્યાસ

અવિનાશી અજરામર પદ્મશ્રી અવિનાશ વ્યાસ નામ જ પૂરતું છે આગળ કંઈ કહેવાની જરૂર પડે..!! આજે એમની પુણ્યતિથિ પર ભાવભીનું સ્મરણ થઇ જ આવે અને એમને યાદ કરવાનું ગૌરવ આપણે લેવાનું હોય. ગીત-સંગીત એટલે અવિનાશ વ્યાસ કે અવિનાશ વ્યાસ એટલે ગીત-સંગીત.

જોકે એમના અસંખ્ય ગીતો એક તરફ અને “માડી તારું કંકુ ખર્યું..!!” એક તરફ. કાંકરિયા ઉપર ક્રિકેટ રમતાં લાલ બૉલ ઊછળ્યો અને સંધ્યાનાં આથમતાં સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના સ્ફુરી ‘મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’. આ એક જ ગીત એમણે ગુજરાતી ભાષાને આપ્યું હોત તો પણ એ અમર થઈ ગયાં હોત.

શ્રી અવિનાશ વ્યાસે ગીત, ગઝલ અને ગરબા જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં અનેક કૃતિઓ રચી છે, પણ તેઓ તેમણે લખેલ ગરબા માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના ગરબાઓમાં છલકતો અંબાજી માટેનો ભક્તિભાવ તેની અભિવ્યક્તિ માટે અજોડ ગણાય છે. પોતે પુરુષ હોવા છતાં પુત્રીહૃદયથી ગરબા લખવા એ તેમની ખાસીયત હતી, જે તેમના મોટાભાગના ગરબાઓમાં દેખાય છે.

આખું નામ અવિનાશ અનંતરાય વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાનાં ગાયક જેમણે ૧૯૦ કરતાં પણ વધુ ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું. તેમણે હિંદી અને ગુજરાતી ચલચિત્રો માટે ૧૨૦૦ ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા. એમણે સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા આશરે ૧૦,૦૦૦ જેટલી છે.

તેમણે તેમના સમયનાં મોટાભાગનાં મુખ્ય ગીતકારો જેવા કે લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મોહમ્મદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત, સમુમન કલ્યાણપુર, મુકેશ, હેમંત કુમાર, તલત મહેમૂદ, કિશોર કુમાર, મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર સાથે કામ કર્યું.

સરળતાથી વહેતા ઝરણાની જેમ એમને ગીત સ્ફૂરતાં અને સાથે જ લયકારી પણ સધાતી. વિના કષ્ટ, સહજ સ્વરબાંધણી સાથે જ આવેલી આ ગીતરચનાઓથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતું કરી, ગુજરાતનાં ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ, વિદેશમાં પણ એક મોભો આપ્યો છે.

અવિનાશ વ્યાસ પોતાની કૃતિઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ ખરી. ગુજરાતનાં લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતા અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં. જેમણે ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો.

ભારત સરકાર તરફથી ૧૯૬૯માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી મેળવ્યો ત્યારે હા ! તે દિવસે પદ્મશ્રી પુરસ્કારની ગરિમા ચોક્કસ વધી ગઈ.

અવિનાશ વ્યાસને ન સાંભળ્યા હોય એ ગુજરાતી તો ન જ હોય પણ જો એમને નખશીખ જાણવા હોય તો Rajul Kaushik ની કલમે જ વંચાય..!!

– વૈભવી જોશી

Related Posts

સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી  સર્વવિદ્યાલય કેળવણી મંડળ (કડી)ની ગાંધીનગર શાખાના પ્રમુખ અને વી.પી.એમ.પી. કોલેજના દાતાશ્રી વિષ્ણુભાઈ પટેલના હસ્તે ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.
OTHER

January 27, 2023
NEWS

માય બેસ્ટ ક્લિક. – સામંત બાંકોલા.

January 27, 2023
*સમાન સિવિલ કોડ અને 2024ની લોકસભા ચૂંટણી. – ભાવેશ પંડ્યા*
NEWS

BIG BREAKING NEWS. : અમદાવાદ : 26 જાન્યુઆરીએ શહેરમાં બ્લાસ્ટની ધમકી.

January 25, 2023
NEWS

आज सुबह जैसे ही मोबाइल के टेम्परेचर मीटर को देखा तो 6 डिग्री देखकर ताज्जुब लगा क्योंकि…

January 25, 2023
માસ્ક,દવા,માનવતાનાં થશે હજુંય કાળાબજાર પાપીયાને કમાવાનો મોકો  ઇન્તેઝામ કોરોના છે  બચવું હોય આપણે તો સહઅસ્તિત્વ સ્વીકારો ‘પૂંછ નહીં  તો મુછ નહીં’ એ  એલાર્મ કોરોના છે. – મિત્તલ ખેતાણી. રાજકોટ
NEWS

*હવામાન વિભાગ દ્વારા ૨૩ અને ૨૪ જાન્યુઆરી એમ બે દિવસ માટે કોલ્ડવેવની આગાહીને પગલે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક*

January 24, 2023
NEWS

એચ.એ.કોલેજમાં નેતાજીની ૧૨૬મી જન્મજયંતિ ઉજવાઈ.

January 23, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022

ગુજરાત AAPના નેતાએ મોડલ બનવા માંગતી યુવતી પર આચર્યું દુષ્કર્મ! પોલીસે કરી ધરપકડ.

September 24, 2022
પૂર અસરગ્રસ્તોની વ્હારે રાજકીય પક્ષો આગેવાનો આગળ આવ્યા

*તમારા પગના તળિયા ઉપર નાળિયેર તેલ લગાવો* *આખી પોસ્ટ વાંચીને તરત જ આગળ રવાના કરજો…* *મફતની સલાહને નકામી સમજશો નહિ…*.

July 15, 2022
આધાર કાર્ડ કઢાવવા કે અપડેટ કરવા નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા ફટાફટ થઈ જશે કામ.

આધાર કાર્ડ કઢાવવા કે અપડેટ કરવા નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા ફટાફટ થઈ જશે કામ.

June 14, 2022
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી  સર્વવિદ્યાલય કેળવણી મંડળ (કડી)ની ગાંધીનગર શાખાના પ્રમુખ અને વી.પી.એમ.પી. કોલેજના દાતાશ્રી વિષ્ણુભાઈ પટેલના હસ્તે ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.

સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી સર્વવિદ્યાલય કેળવણી મંડળ (કડી)ની ગાંધીનગર શાખાના પ્રમુખ અને વી.પી.એમ.પી. કોલેજના દાતાશ્રી વિષ્ણુભાઈ પટેલના હસ્તે ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.

January 27, 2023

માય બેસ્ટ ક્લિક. – સામંત બાંકોલા.

January 27, 2023
*સમાન સિવિલ કોડ અને 2024ની લોકસભા ચૂંટણી. – ભાવેશ પંડ્યા*

BIG BREAKING NEWS. : અમદાવાદ : 26 જાન્યુઆરીએ શહેરમાં બ્લાસ્ટની ધમકી.

January 25, 2023

आज सुबह जैसे ही मोबाइल के टेम्परेचर मीटर को देखा तो 6 डिग्री देखकर ताज्जुब लगा क्योंकि…

January 25, 2023

Recent News

સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી  સર્વવિદ્યાલય કેળવણી મંડળ (કડી)ની ગાંધીનગર શાખાના પ્રમુખ અને વી.પી.એમ.પી. કોલેજના દાતાશ્રી વિષ્ણુભાઈ પટેલના હસ્તે ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.

સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી સર્વવિદ્યાલય કેળવણી મંડળ (કડી)ની ગાંધીનગર શાખાના પ્રમુખ અને વી.પી.એમ.પી. કોલેજના દાતાશ્રી વિષ્ણુભાઈ પટેલના હસ્તે ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.

January 27, 2023

Total Number of Visitors

0565531
Visit Today : 106
Hits Today : 332
Total Hits : 126357
Who's Online : 2

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

5:53:44 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In