
ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સ ધ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં ડાન્સ, મ્યુઝીક, સુગમ સંગીત, સ્કીટ, માઈમ તથા એકપાત્રીય અભીનય જેવી વિવિધ ઈવેન્ટ્સ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં વિવિધ થીમ્સ રાખવામાં આવી હતી. જેમાં “નો પ્લાસ્ટીક પ્લીઝ”, “નશામુક્ત ગુજરાત”, ટ્રાફીકના નિયમોનું પાલન કરવુ, દહેજ પ્રથાનો વિરોધ તથા સર્વધર્મ પ્રત્યે સદ્દભાવ રાખવો વિગેરે ઉપર વિદ્યાર્થીઓએ અદ્દભુત રજૂઆત કરી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના યુવાનોમાં સ્કીલ તથા ટેલેન્ટ છે. આવા વિદ્યાર્થીઓને પૂરતી તક આપી ઓવરઓલ ડેવલપમેન્ટ તેઓનું થઇ શકે છે. આવી ક્રીએટીવ એક્ટીવીટીઝમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાંસ્કૃતીક સમિતિના કન્વીનર પ્રા.ઉર્મિલા પટેલે સમગ્ર સ્પર્ધાઓનું આયોજન તથા સંચાલન કર્યું હતુ.