
ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ ધ્વારા વિવિધ પ્રોજેક્ટ વર્કનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતુ. નવો બીઝનેશ શરૂ કરવા માટેની જરૂરીયાતો, ફાઈનાન્સ, માર્કેટ સર્વે, ફીઝીબીલીટી, ડીમાન્ટ તથા માર્કેટીંગ વીશે લોજીકલ રજૂઆત કરી હતી. આ પ્રેઝન્ટેશનમાં કોફી હાઉસ, પિત્ઝા તથા બર્ગરની રેસ્ટોરન્ટ, મેન્યુફેક્ચરીંગ કંપની તથા રીક્રીએશન સંદર્ભની કંપની શરૂ કરવાનો સમાવેશ થયો હતો. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વિદ્યાર્થીઓને યુવાવસ્થાથીજ એન્ટરપ્રિનિયોરશીપ વીશેની માહિતી આપી હતી. તેમને નવો બીઝનેશ કે કંપની શરૂ કરવાની ટ્રેઈનીંગ આપવી જોઈએ જેથી તેઓ આત્મવિશ્વાસપૂર્વક આત્મનિર્ભર બની શકે. કોમર્સ કોલેજોમાં આવા ટ્રેઈનીંગ આપવાના પ્રોજેક્ટ તથા સ્ટાર્ટઅપની માહિતી આપી વિદ્યાર્થીઓને અપડેટ કરવા જોઈએ. દેશના ખ્યાતનામ તથા સફળ સીઈઓ તથા ઈન્ડસ્ટ્રીઆલીસ્ટ્સને તજજ્ઞ તરીકે બોલાવી આજના યુવાનોને ટીપ્સ આપવી જોઈએ જેથી યુવાનો પોતાનો બીઝનેશ કરવા પ્રેરાય. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા.અલ્પા પાઘડલે કર્યું હતુ.