
https://youtu.be/N0AnnvIq0ZQ…
SVKM સંચાલિત વિદુષઃ સોમાણી ઈન્સ્ટિટૂય ઓફ ટેકનોલોજી, કડીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી એક લાખનો પુરસ્કાર મેળવ્યો
ભારત સરકાર તથા AICTEના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન (SIH) 2022ની ફાઇનલ પ્રતિયોગિતાનું પાવઈ કોલેજ ઓફ એન્જિનિરીગ, તામિલનાડુ ખાતે તા. 25 થી 26 ઓગસ્ટ 2022 દરમિયાન આયોજન થયું હતું. વર્ષ 2017 થી દર વર્ષે યોજાતી સ્માર્ટ ઈંડિયા હેકાથોનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ દ્વારા જુદીજુદી સમસ્યાઓનો સોફ્ટવેરે તથા હાર્ડવેર દ્વારા ઉકેલ શોધવાનો તથા યુવાઓને તે તરફ વાળવાનો છે તથા આ દ્વારા મેક ઈન ઇન્ડિયા અભિયાનને સફળ કરવાનો છે.
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022ની ફાઇનલ પ્રતિયોગિતામાં દેશભરમાંથી પ્રારંભિક રાઉન્ડની વિજેતાના 210 વિદ્યાર્થીઓ જુદાજુદા બે વિભાગની 15 થીમાં જોડાયા હતા. ઉદ્દઘાટન સમારંભ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રતિયોગિતામાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ(SVKM) સંચાલિત તથા કડી સર્વ વિશ્વવિદ્યાલય(KSV) સંલગ્ન વિદુષઃ સોમાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ, કડીના વિદ્યાર્થીઓ ઓમ પટેલ, નીલ પટેલ, વિશ્વાસ પટેલ, ક્રીનલ ખમાર, આર્યન પટેલ અને શેરોનની ટીમ “ટેક મેટ્રિક્સ” પ્રો. વિમલ ભટ્ટ, પ્રો. નેહલ શાહ, પ્રો. હિમાની ત્રિવેદી (LDRP) તથા સંસ્થાના અન્ય સ્ટાફના માર્ગદર્શન હેઠળ ભાગ લઈને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં “પ્રિડિકશન ઑફ એડમિશન એન્ડ જોબ્સ ઈન એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, મેનેજમેન્ટસ ફાર્મસી વીથ રિસ્પેક્થ ટુ ડેમોગ્રાફિક લોકેશન્સ” વિષય વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સ્વરૂપે આપવામા આવેલ. વિદ્યાર્થીઓએ મશીન લર્નિંગના રીગ્રેશન મોડેલનો ઉપયોગ કરીને હાયર ટેક્નિકલ એજ્યુકેશનમાં ભવિષ્યમાં થનારા (1) એડમિશન ટ્રેન્ડ (2) નોકરી/સ્કિલસેટની માંગ (3) ટેક્નોલોજીની જરૂરિયાત વગેરેને આગાહી કરતો પ્રોગ્રામ પાયથનમાં પાંડા અને નમપાય લાઈબ્રેરીનો ઉપયોગ કરીને બનાવ્યો હતો જે તજજ્ઞોએ ખૂબ જ વખાણ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ એક લાખ રૂપિયા પુરસ્કાર પેટે એનાયત કરવામાં આવ્યાં.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિરેન પટેલે મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ સિદ્ધિનો શ્રેય સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ એમ. પટેલના પ્રોત્સાહન અને પ્રેરણાના શિરે રહે છે. આ પ્રસંગે વલ્લભભાઈ એમ પટેલે વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને મેન્ટરને અભિનંદન પાઠવીને તેજસ્વી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.