આજે UAE ખાતે ભારત પાકિસ્તાન સામે જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. જો કે, સુપર-ફોરની 3 ત્રણેય મેચ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વની છે. જો ભારતે ફાઇનલમાં જગ્યા બનાવવી હોય તો તેને ત્રણેય મેચ જીતવી પડશે. જો કે ભારત બે મેચ જીતીને પણ ફાઇનલમાં પહોંચી શકે છે, પરંતુ તેના માટે તેણે બાકીના પરિણામો અથવા નેટ-રન રેટ પર નિર્ભર રહેવું પડશે.