વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના મામલામાં ભારતે બ્રિટનને પછાડીને 5મું સ્થાન મેળવ્યું છે. હવે ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર ડૉ અરવિંદ વિરમાણી કહે છે કે આ સફર આગળ પણ ચાલુ રહેશે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને 2028-30 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
