નર્મદાડેમની સપાટી પહેલી વાર 137.76 મીટરે પહોંચી.

છે.મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 0.92મીટર દૂર
રાજપીપળા,તા.12
નર્મદાડેમની સપાટી પહેલી વાર 137.76 મીટરે પહોંચી છે.મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 0.92મીટર દૂર રહી ગઈ છે.આજે સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સીઝનમાં પ્રથમવાર 137.76 મીટરે નોંધાઈહતી છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 24 સે.મી. વધીછે
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાડેમની મહત્તમ સપાટી 138.68 મીટરછે. આ સીઝનમાં પહેલી વાર મહત્તમ સપાટી વટાવે એવી શક્યતા છે.
હાલ પાણીની આવક 1,26,675 ક્યુસેકનોંધાઈ છે.દરવાજા મારફતે માત્ર 5,000 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.હાલ રીવરબેડ પાવરહાઉસમાંથી 42,943 ક્યુસેક પાણીની ડીસચાર્જ થઈ રહ્યું છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા