સંજીવ રાજપૂત
વડોદરા

માનવીને માનવતાનું સન્માન 2022 કાર્યક્રમ યોજાયો.
વડોદરા ખાતે અંજામ એકસપ્રેસ ન્યૂઝ ના છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશ નિમિતે અને ન્યૂઝ ઓનલાઈન ગ્રુપ દ્વારા આયોજીત માનવીને માનવતાનું સન્માન 2022 કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા હતા.
અંજામ એકસપ્રેસ ન્યૂઝ ના છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશ નિમિતે અને ન્યૂઝ ઓનલાઈન ગ્રુપ દ્વારા આયોજીત શનિવાર ના રોજ વાસવિક ઓડિટોરિયમ હોલ વડોદરા ખાતે સોશિયલ ફોર્મનું સેલિબ્રેશન “માનવીને માનવતાનું સન્માન-૨૦૨૨” સમારોહ ની ઉજવણી કરવામાં આવી હતી જેના આયોજક અંજામ એક્સપ્રેસ ન્યૂઝ ના તંત્રી જીતેશ સોનવણે ની સાથે ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી અને નમસ્કાર ગુજરાત દૈનિકના મેનેજીંગ તંત્રી અને સીને મીડિયા ફાઉન્ડેશન પ્રમુખ ડો કલ્પેશ પટેલે આયોજન કર્યું હતું. આ સન્માન સમારોહમાં ગુજરાતભરમાંથી પોતાની અલગ પ્રતિભા ઉભી કરી હોય તેવા લોકો માટે સેલિબ્રેશન ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કેટેગરી ફિલ્મ, મીડિયા, સોશિયલ, એજ્યુકેશન, બિઝનેસમેન, લોક નેતા, લોક સાહિત્યકાર, સાહિત્યકાર, રમતવીર, શ્રેષ્ઠ અધિકારી, હોસ્પિટાલિટી જેમાં આ અગિયાર કેટેગીરીમાં ચરોતર ના સારા બેસ્ટ કલાકાર,મીડિયા ક્ષેત્ર અને વિવિધ ક્ષેત્રના સારા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં વિશેષ મહેમાન તરીકે માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠનના નેશનલ વર્કિંગ કમીટી મેમ્બર ,નમસ્કાર ગુજરાત દૈનિકના પ્રતિનિધિ નિમિષાબેન જાની,શ્રી શ્રી 1008 મહામન્ડલેશ્વર વીણા માસી( કિન્નર અખાડા, સાવલી-કપડવંજ), સામાજિક કાર્યકર્તા,ગરબા ક્વીન, કુકિંગ શેફ શ્વેતા શાહ, બૉલીવુડ અભિનેત્રી,નિર્માતા બેબોજી, હેતલ બગથડિયા, પૂર્વ ડેપ્યુટી ડાયરેકટર મહેશભાઈ બી.શર્મા, નિક ફિલ્મ્સ – ડાયરેક્ટર નીતીશ પંચાલ, વિજયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન સમારોહ ની શરૂઆત
સુચિતા શાહ, દીપિકા ગોહિલ દ્વારા ગણેશ વંદના દ્વારા કરાઈ હતી ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટય કરી તેઓનું બુકે અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાની બાળાનું ડાન્સ પર્ફોમન્સ હતું. આ સન્માન સમારોહ ને સફળ બનાવવામાં બાઇનરી સ્કિલ એજ્યુકેશન, નિક ફિલ્મ્સ તરફથી સન્માનિત મહેમાનો માટે પુરસ્કાર આપવામાં આવેલ તે સાથે આ પ્રોગ્રામ ને સફળ બનાવવા સફળ સંચાલન વાઇબ્રન્ટ મલ્ટી મીડિયા,અંજામ એક્સપ્રેસ ન્યૂઝ ના પ્રતિનિધિઓ તેમજ રાજુ ગોહિલ,સંજય ગોહિલ, પીન્ટુભાઈ વણઝારા, સુનિલ રાજપૂત અને રાધાબેનએ સહકાર આપ્યો હતો જ્યારે ઉપસ્થિત સન્માનિત મહેમાનોએ આયોજક ડો કલ્પેશ પટેલ અને જીતેશ સોનવણે નું સન્માન પણ કર્યું હતું