ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની વિમેન ડેવલપમેન્ટ સેલ ધ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે ગાયનેક રીલેટેડ ઇસ્યુસનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ વિષયના તજજ્ઞ તરીકે અમદાવાદના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉ.જાનકી બાવીસી તથા ડૉ.અલ્પા ગાંધીએ વક્તવ્ય આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે સ્ત્રીઓની ઉમર પ્રમાણે હોરમોન્સ બદલાય છે તેમ શરીરમાં ફેરફાર થાય છે. આથી દરેક સ્ત્રીઓએ પોતાના શરીરરચનાની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. સ્ત્રીઓને થતા બ્રેસ્ટ કેન્સર વીશે પીપીટી ધ્વારા સ્લાઈડ શો રજૂ કરીને તેના કયા સીમટમ્સ હોય છે તથા કોઈપણ ગાયનેક રીલેટેડ રોગ થાય તેની સારવાર કેવી રીતે લઇ શકાય તેની માહિતી આપી હતી. કોલેજના વીમેન સેલના કન્વીનર પ્રા.અનુરાધા પાગેદારે કાર્યક્રમની રૂપરેખા આપીને સંચાલન કર્યું હતુ. આ સેમીનારના અંતે કોલેજની વિદ્યાર્થીનીઓએ પ્રશ્નો પૂછીને જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.