*ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમો તૈનાત કરાઈ*

રાજ્યના 8 જિલ્લાઓમાં NDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવી
ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 5 NDRT ટીમોને રીઝર્વ રખાઈ
SDRFની 11 ટીમોને પણ સ્ટેન્ડ-બાય રહેવા માટે સુચના
મળતી માહિતી મુજબ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વાળા જિલ્લાઓમાં NDRFની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. જે મુજબ ભરુચ, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, નર્મદા, નવસારી, રાજકોટ અને સુરતમાં 1-1 ટીમ, જ્યારે ગાંધીનગરમાં રીઝર્વ તરીકે 2 ડીમો તથા વડોદરામા 5 ટીમોને રીઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત SDRFની 11 ટીમોને પણ સ્ટેન્ડ-બાય રહેવા સુચના આપવામાં આવી છે.