*કુમકુમ મંદિર દ્વારા ભાદરવા સુદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.*
-*કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નવમી અંતર્ધાનિ તિથિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.*

તા. ૧૦ – ૯ – ર૦રર ને શનિવારના રોજ ભાદરવા સુદ – પૂનમની ઉજવણી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ, સત્સંગ સભા યોજાઈ હતી.
*આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે*, ૧૧ x ૧૧ ફૂટની વિશાળ રંગબેરંગી ફૂલોની રંગોળીની રચના કરીને તેની મધ્યે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સદ્ગુરૂ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને બિરાજમાન કરીને આરતી ઉતારીને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ સત્સંગ સભામાં કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંગે જણાવ્યું હતું કે,સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીના મનુષ્ય સ્વરૂપના દર્શન અને દિવ્ય સ્પર્શનો લાભ પ્રાપ્ત કર્યો હોય તેવા આનંદપ્રિયદાસજી સ્વામી એક માત્ર સંત હતા. તેઓ અંખડ ભગવાનની મૂર્તિમાં જોડાઈ રહેતા હતા. તેમના દર્શન કરવાથી, તેમની સમીપે જઈને બેસવાથી આપણા મનના સંકલ્પો વિરામ પામી જતા હતા.તેઓ અંખડ ભગવાનનું સ્મરણ કીર્તન કરતાં હતા, તેમનામાં અનંત સાધુતાના ગુણો હતા. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમને સહુ “સાધુતાની મૂર્તિ” તરીકે ઓળખે છે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ