એચ.એ.કોલેજમાં “જીંદગી જીવવાની
કળા” વિશે વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગ ધ્વારા “જીંદગી જીવવાની કળા” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે અમદાવાદના જાણીતા મોટીવેશનલ સ્પીકર સુરેશદાન ગઢવીએ કહ્યું હતુ કે આજના યુવાનો પોતાના સૌથી વધુ સમય સોશીઅલ મિડીયામાં પસાર કરે છે. જેનાથી તેમનામાં રહેલી ક્રિએટીવીટી બહાર આવતી નથી. જીવનમાં હકારાત્મક અભિગમ, સારા પુસ્તકોનું વાંચન, સ્પોર્ટ્સ એક્ટીવીટીમાં ભાગ લેવો, સેવાકીય પ્રવૃત્તિઓ કરવી તથા સારા મિત્રો રાખવા એ જીવવાનો આનંદ તથા સંતોષ આપે છે. સપનાઓ મોટા જોવા જોઈએ પરંતુ તમારી ક્ષમતા મુજબની અપેક્ષાઓ રાખી લક્ષ્ય નક્કી કરી પુરૂષાર્થ કરવો જોઈએ. આમ કરવાથી સફળતા મળે છે જીંદગી સારી રીતે જીવાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે યુવાનોએ આત્મવિશ્વાસ, સ્થીતપ્રજ્ઞતા તથા સહિષ્ણુતાથી જીવન જીવવુ જોઈએ. દરેક યુવાને પોતાનામાં રહેલી કૌશલ્યતાનો ઉપયોગ કરી સકારાત્મક અભિગમ સાથે જીવન જીવવાની કળા શીખવી જોઈએ. કોલેજના પ્રા.મહેશ સોનારાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપી કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ. કોલેજના એન.એસ.એસ. વિભાગના પ્રા.ચૌધરી તથા પ્રા.વસાવાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.