મેમનગર સ્ટેશન પાસે બીઆરટીએસ બસમાં આગ. હેલ્મેટ ચાર રસ્તા પાસે બીઆરટીએસ સ્ટેશન પાસે બીઆરટીએસ બસમાં ભીષણ આગ લાગી. આગ લાગી તે બસ સીએનજી હતી અને શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાનું અનુમાન. ડ્રાઇવર ની સમય સૂચકતા અને સ્ટેશન નજીક હોવાથી અંદર સવાર 25 મુસાફરીઓ અને ડ્રાઇવર નો જીવ બચ્યો. ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાયા. ફાયબ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લીધી. સ્ટેશનને પણ આગ ના કારણે નુકશાન.
