એચ.એ.કોલેજમાં સર્ટીફીકેટ
એનાયત કરવામાં આવ્યા
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા પૂર્વ વિદ્યાર્થી સ્પોન્સર્ડ “એન્ટરપ્રિનીયોરશીપ એન્ડ બીઝનેશ મેનેજમેન્ટ” નો ૧૦૦ કલાકનો સર્ટીફીકેટ કોર્ષ નિ:શુલ્ક રીતે ચલાવવામાં આવે છે. આ કોર્ષમાં અમદાવાદના જાણીતા તજજ્ઞો ધ્વારા કોલેજના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ કોર્ષમાં આધુનીક બીઝનેશની ટેકનીક, સ્ટાર્ટઅપ્સની માહિતી, બેંકીગ એન્ડ ફાઈનાન્સ તથા માર્કેટીંગ વિગેરેનો સમાવેશ થાય છે. જે વિદ્યાર્થીઓએ આ કોર્ષ પૂર્ણ કર્યો હતો તેઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોમર્સના વિદ્યાર્થીઓ તરીકે આધુનીક બીઝનેશ, ટેકનોલોજી તથા વિવિધ સ્ટ્રેટેજી વીશે જાણકારી હોવી જોઈએ. કોલેજના વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી કોર્ષની પ્રસંશા કરી હતી.
