કેન્દ્રીય કેબિનેટે ભારતની 12 ગેરઆદિવાસી જાતિઓને STમાં સામેલ કરીનેઆદિવાસીઓ સાથે ઘોર અન્યાય કર્યો છે. જેના વિરોધમાં આવેદપત્ર પાઠવવા બાબત.
…….

રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસનુ કલેકટરને આવેદન.
આદિવાસીસમાજ ના દરેક પાર્ટીના સાંસદો તથા આદીવાસી સમાજ ના આગેવાનોને વિશ્વાસમા લીધા વિના ઠરાવ
કરી આદીવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે.
રાજપીપળા, તા.16
કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 14-9-2022 ના રોજ 12 બિન આદીવાસીનો આદીવાસી સમાજ મા સમાવેશ કરવામાં આવ્યો જેનો સાચા આદીવાસી સમાજ વિરોધ કરે છે. જેના સંદર્ભ મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઇ વસાવાની આગેવાની મા નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ તથા આદીવાસી સમાજ ના યુવાનો સાથે નર્મદા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું.અને આગામી સમય મા આ ઠરાવ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ તથા કૉંગ્રેસ ના કાર્યકરો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
આવેદનપત્ર માં જણાવ્યું હતું કે તા. 14-9-2022 ના રોજ કેન્દ્રીય કેબિનેટે ભારતની 12ગેરઆદિવાસી જાતિઓને STમાં સામેલ કરીને આદિવાસીઓ સાથે ઘોર અન્યાય કર્યો છે.અને આદિવાસીસમાજ ના દરેક પાર્ટીના સાંસદો તથા આદીવાસી સમાજ ના આગેવાનોને વિશ્વાસમા લીધા વિના ઠરાવ
કરવામાં આવ્યો છે. તથા આદીવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે. એક બાજુ આદીવાસી સમાજ ના લોકોને સરકારી નોકરી મળે તો એમના પાસે 1950/60 પહેલા ના પુરાવા માંગવા મા આવે છે 73AA,તથા ધોરણ 1 ભણ્યા હોય એનો શાળા નો વાયપત્રક ઉતારો, તથા પિતા જે શાળા મા ભણ્યા હોય એનીડીટેલ, પેઢીનામું,
એવા 10 થી 12 જાત ના પુરાવા માંગવામા આવે છે તો પછી 12 બિન આદીવાસીસમુદાયો ને કયા બેઝ પર st મા સમાવેશ કર્યો.
કેન્દ્ર સરકારદ્વારા STમાંથી ખોટા કર્યો છે. અને સાચા આદીવાસી તથા અનામત પ્રતીકાર કરીને સાચા
આદિવાસીઓને દુર કરીને સાચા આદિવાસીઓ સાથે અન્યાય વહેલી તકે નિરાકરણ લાવી આદીવાસી સમાજ ને ન્યાય આપે નહિતર આવનારાસમયમાં સરકાર
ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપી હતી.
જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઇ વસાવા તથા નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા, ગરુડેશ્વર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ શૈલેષ ભાઇ તડવી. વિધાનસભા પ્રમુખ જીલ્લા પંચાયત વઘરાલી સદસ્ય ડૉ. નિતેશ તડવી.
તથા આદીવાસી સમાજ ના યુવાનો હાજર રહ્યા હતા.
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા