કર્ણાવતીમાં 144 મી રથયાત્રા નીકળશે. મંદિર તરફથી અને સરકાર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પણ આ વખતે કંઇક સુધારો કરવો છે.

દર વર્ષે રથયાત્રામાં પાણીની પરબો ઉપર ફિલ્મી ગીતો ખૂબ મોટા અવાજે વગાડવામાં આવે છે. તેનાથી વલ્ગારીટીને પ્રોત્સાહન મળે છે. તમે જોશો કે, આવું ફક્ત હિન્દુ ધર્મમાં જ જોવા મળે છે. બીજા કોઇ ધર્મનાં જુલુસ કે શોભાયાત્રામાં તમને ફિલ્મી ગીતો સાંભળવા ક્યારેય નહીં મળે.
“પી લે પી લે, ઓ મોરે જાની”, “ચાર બોટલ વોડકા, કામ મેરા રોજ કા” આવા ગીતો પર સગા ભાઇ બહેન નાચતા જોવા મળે… એક તો ડીજે એ પણ ત્રાસ કરી મૂક્યો છે. સુમધુર સંગીત ને બદલે હૃદય ધબકારા ચૂકી જાય એટલા મોટા ઘોંઘાટીયા અવાજે ફિલ્મી ગીતો… 😵💫
*આપણા ધર્મમાં પણ સમયાંતરે જે દૂષણો ઘૂસી ગયા છે એને દૂર કરવાની જવાબદારી પણ આપણી જ છે.* આ વખતે અને હવેથી દર વર્ષે એક પ્રયાસ કરો કે, ધાર્મિક શોભાયાત્રા / રથયાત્રામાં ફક્ત ભજનો કે ધાર્મિક ગીતો જ વગાડવામાં આવે…..