એચ.એ.કોલેજમાં સ્લોગન
કોમ્પીટીશન યોજાઈ ગઈ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ ક્લાઈમેટ ચેન્જ વિષય ઉપર સ્લોગન કોમ્પીટીશન યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં કોલેજના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્લોગન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ શુધ્ધ પર્યાવરણ રાખવા અંગે તથા સામૂહિક પ્રયત્નોથી પૃથ્વીને બચાવવા વીશે રજૂઆત કરી હતી. આજે તમે વાતાવરણ બચાવશો તો આવતીકાલે વાતાવરણ તમને બચાવશે. કુદરત ધ્વારા આપણને આપેલી પ્રકૃતી સુંદર છે પરંતુ આપણે આપણી ભૌતીક જરૂરીયાતો પૂરી પાડવા પ્રકૃતીનો બેફામ ઉપયોગ કરીને બેડોળ બનાવી દીધી છે. કોલેજના એક વિદ્યાર્થીએ પોતાના સ્લોગનમાં કહ્યું હતુ કે વારસામાં અમોને પૈસારૂપી સંપત્તી ના આપો પરંતુ પ્રકૃતીરૂપી શુધ્ધ ઓક્સીજન સાથે તંદુરસ્ત વાતાવરણ આપો. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે પૃથ્વીને બચાવવા આપણે સૌએ આંદોલન કરવુ પડશે અને ગંભીરતાથી કડક પગલા પણ લેવા પડશે. કોલેજના પ્રા.મહેશ સોનારાએ કહ્યું હતુ કે સામાન્ય ડીગ્રી કરતા વધુ તાપમાન થવાથી અનેક સમસ્યાઓ ઉભી થઇ રહી છે. કોલેજમાં ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે છેલ્લા અઠવાડીયાથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે
