સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો
રાજપીપળા હરસિધ્ધિ મંદિરે તલવાર મહાઆરતી કરશે

૨૦૦ કિલોથી વધુ ફૂલોથી ત્રિશુલ તથા ડમરુંની આકૃતિ બનાવી
તલવાર મહાઆરતી કરાશે
સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે
રાજપીપળા, તા23
રાજવી પરિવારની કુળદેવી
માં હરસિધ્ધિના મન્દિરના પ્રાંગણમાં છઠ્ઠા નોરતેએટલે કે તારીખ પહેલી ઓક્ટોબરના રોજ ૨૨૫ જેટલાં તાલીમ પામેલા રાજપુત યુવાનો દ્વારા હરસિધ્ધિ માતાજીની તલવાર મહાઆરતી કરાશે.જેની પ્રેક્ટિસ સાથેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. દર વર્ષે છેલ્લા આઠ વર્ષથી સમસ્ત રાજપૂત સમાજ
ગુજરાત દ્વારા આ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે નવમી મહાઆરતી થશે.
નર્મદા જિલ્લા સહિત વડોદરા,સુરત,લુણાવાડા,
ભરૂચ,વાલિયા, છોટાઉદેપુર, કરજણ,૨૨૫ રાજપૂત પાદરાના
તલવારબાજીના
યુવાનો દિલધડક કરતબ કરી માંહરસિધ્ધિની અર્ચના કરશે.
દર વર્ષે જુદા જુદા થીમ પર મહાઆરતી થાય છે. આ વર્ષે તલવાર મહા આરતીમાંરાજપૂત યુવાનો દ્વારા ૨૦૦કિલોથી વધુ ફૂલોથી ત્રિશુલ
તથા ડમરુંની આકૃતિ બનાવીતલવાર મહાઆરતી કરવામાંઆવશે.
પહેલીએ સમસ્ત રાજપુત સમાજગુજરાત ના ૫૦૦ થી વધુરાજપુત યુવાનો સાંજે ૪:કલાકે રાજવંત પેલેસ થીશોભા યાત્રા કાઢી હરસિધ્ધિમાતાજી ના મંદિરે પહોંચશેત્યારબાદ સાંજે ૬ કલાકે૨૨૫ રાજપૂત યુવાનો તલવારમહાઆરતી કરશે. તલવારમહાઆરતીમાં
મહારાણારઘુવીરસિંહજી ગોહિલ તથારાજવી પરિવાર ઉપસ્થિત રહેશે.
મા હરસિધ્ધિ રાજવી પરિવારની અને રાજપૂતોની કુળદેવી ગણાતી હોવાથી માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા અનેભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે ભારેઉત્સાહ પૂર્વક આ તલવારી, આરતીનું ભવ્ય આયોજનથાય છે.જેલોક આકર્ષણનું કેન્દ્ર બની રહે છે
તસવીર: દીપક જગતાપ,રાજપીપળા