એચ.એ.કોલેજમાં પર્યાવરણ બચાવો
સંદર્ભે સમૂહ ચર્ચા યોજાઈ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ ક્લાઈમેટ ચેન્જ વિષય ઉપર ગૃપ ડિસ્કશન રાખવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં કુલ ૬૦ વિદ્યાર્થીઓ સાથે છ ટીમોએ ભાગ લીધો હતો. આ ચર્ચામાં પ્રદુષણના કારણો, પ્લાસ્ટીક વપરાશના ગેરફાયદા, તાપમાનમાં થતો સતત વધારો, પ્રાણઘાતક રોગો થવાના કારણો તથા ઓઝોનમાં પડેલા ગાબડા વીશે સમૂહ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવવાનું કમીટમેન્ટ આપ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના યુવાનોને ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે સંપૂર્ણ જાણકારી આપી માહિતગાર કરવા જોઈએ જેથી તેઓ ગંભીર રીતે એનો અમલ કરી શકે. આ વિષય ઉપર સેમીનાર, કોન્ફરન્સ તથા ડીસ્કોર્સનું આયોજન કરી જાગૃતિ ફેલાવવી જોઈએ. કોલેજના પ્રા.મહેશ સોનારાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
