એચ.એ.કોલેજમાં એન.એસ.એસ.
સ્થાપનાદિનનું સેલીબ્રેશન થયુ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં એન.એસ.એસ. સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હીંમાશુ પંડ્યાએ કહ્યું હતુ કે યુવાનોએ યુવાવસ્થાથીજ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવું જોઈએ જેથી તેઓમાં સહિષ્ણુતા, લાગણી તથા માનવીય અભીગમ તેઓના જીવનમાં સંસ્કાર તરીકે જોડાય છે. ભારતને વિશ્વગુરૂ બનવા માટે યુવાનોમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાઓનું જ્ઞાન તથા તેઓમાં રહેલી સ્કીલ તથા ટેલેન્ટને પ્રાધાન્ય આપી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવુ જોઈએ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓએ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તીઓને બહાર લાવવા પૂરતી તક આપવી જોઈએ. ભારતનો સાંસ્કૃતિક વારસો તથા ભવ્ય પરંપરાઓ વીશે પણ માહિતગાર કરવા જોઈએ. આ પ્રસંગે વિદ્યાર્થીઓ ધ્વારા ભવ્ય કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન થયુ હતુ. જેમાં ૧૦૦થી વધારે શિબીરાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કોલેજના ૨૦૨૧-૨૨ વર્ષના થયેલી પ્રવૃત્તિઓની અહેવાલનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતુ તથા આયોજન પ્રોગ્રામ ઓફીસર પ્રા.ચૌધરીએ કર્યું હતુ. આ સમારંભના અંતે પ્રા.મહેશ સોનારાએ આભાર વિધી કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ૩૦૦થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા.
