રાજપીપળા નર્મદા સહીત ગુજરાત જેલ કર્મચારીઓ મેદાનમાં

જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના શ્રીગણેશ
જશે જેલ વિભાગના
તમામ કર્મચારીઓ તા.૨૮/૦૯/૨૦૨૨ ના રોજ માસ સીએલ ઉપર
રાજપીપળા, તા25
ગુજરાત રાજ્ય સરકારની વિસંગતતા ભરી નીતિના કારણે તેમજ જાહેર સુરક્ષાપ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના ભાગરૂપે ગાંધી ચિન્ધા માર્ગે ગુજરાત જેલ વિભાગના
તમામ કર્મચારીઓ તા.૨૮/૦૯/૨૦૨૨ ના રોજ માસ સીએલ ઉપર ઉતરી બેનરો સાથે આંદોલનકરશે.જેમાં રાજપીપળા નર્મદા જેલના કર્મચારીઓ પણ જોડાશે.
ગુજરાત રાજ્યની તમામ જેલ પ્રસાશનની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જાહેરસુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આગામી દિવસોમાં આંદોલનના ભાગરૂપે માસ સીએલ ઉપરઉતરશે.તેમના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના જેલ ખાતાના કર્મચારી/અધિકારીઓને સને
૧૯૬૭ થી પોલીસ ખાતાના કર્મચારી/અધિકારીઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર એટલે કે
સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવતો હતો પરંતુ ૧૯૮૬ થી ચોથા પગારપંચ બાદ પોલીસખાતાના કર્મચારીઓ તરફથી સરકારમાં રજુઆતો થતા પોલીસ ખાતાના પોલીસ કોન્સ્ટેબલથીપોલીસ ઇન્સ્પેકટર સુધીના કેડરના પગાર ધોરણોમાં ગુજરાત સરકારના ગુહ વિભાગના ઠરાવથી પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેકટર તથા
તેની નીચેની કક્ષાના કર્મચારી/અધિકારીઓને દિલ્હી પોલીસના પગાર ધોરણ મુજબનો સુધારો
કરી આપવામાં આવેલ હતો પરંતુ જેલ ખાતાના કર્મચારીઓના પગારમાં તે મુજબનો સુધારો કરેલ
ન હતો, આમ આ વિસંગતા ચોથા પાંચમાં તથા છઠ્ઠા પગારપંચમાં પણ ચાલુ રહેલ હતો સને
૧૯૮૭ થી છઠ્ઠા પગારપંચ સુધીની પોલીસ ખાતા તથા જેલ ખાતાના કર્મચારી/અધિકારીના
પગારમાં વિસંગતતા રહેલ હતી. જે સરકાર તથા જેલોની વડી કચેરીના અથાગ પ્રયત્નોથી જેલ
વિભાગના પગારની વિસંગતતાનો પેચીદા પ્રશ્નનું નિરાકરણ ગૃહ વિભાગ ઠરાવના પરિપત્ર મુજબ કરેલ હતું.
વધુમાં જણાવ્યું કે,હાલ ગુજરાત સરકાર દ્રારા ગૃહ
દ્રારા ગૃહ વિભાગ ઠરાવ મુજબ “ફિક્સ રકમ” જાહેરસુરક્ષા પ્રોત્સાહન પેકેજ જાહેર કરેલ છે તથા ફિક્સ-પે ના
કર્મચારીઓના રજા પગારમાં રૂ.૧૫૦/-ની જગ્યા પરરૂ.૬૬૫/-કરવામાં આવેલ છે તથા વોશીંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવેલ છે જે પરિપત્રોમાં જેલ વિભાગના કર્મચારીઓનો
ઉલ્લેખ કરવામાં આવેલ નથી જેથી સને ૧૯૮૭ માં થયેલ પોલીસ વિભાગ અને જેલ વિભાગના
પગારની વિસંગતતા તરફ લઇ જતો હોય.
પરંતુ તે સમયમાં જેલ વિભાગ તથા પોલીસ વિભાગ અલગ-અલગ વિભાગ તરીકે ગૃહ
વિભાગના અંતર્ગત આવતા વિભાગો હતા. પરંતુ હાલમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા જ
આર્મ,અનાર્મ,જેલ તથા SRPF એક જ ભરતી સમાન પગાર ધોરણોથી કરવામાં આવે છે. જે
મેરીટના આધારે અલગ-અલગ ખાતાની પસંદગી આપવામાં આવતી હોય છે. જેમા સમાનપગારની ચુકવણી કરવામાં આવતી હોય છે. તથા પ્રતિક્ષા યાદીમાં રહેલ કર્મચારીવિભાગમાંથી બીજા વિભાગમાં નિમણુંક આપવામાં આવતી હોય છે. જેથી જેલ વિભાગ પણવિભાગ તથા SRPF સાથે સંલગ્ન વિભાગ હોય.
આવા સંજોગોમાં સરકાર તરફથી બહાર પાડેલ પરિપત્રોમાં જો જેલ વિભાગનો
સમાવેશ કરવામાં ન આવેલ જેથી વિસંગતતા ઉભી થયેલ અને જેલ વિભાગના કર્મચારીઓને ફરીલાંબા ગાળાની વિસંગતતામાં વિતાવવો પડશે.એવી ચિંતા વ્યક્ત કરાઈ છે.
તસવીર : દીપક જગતાપ, રાજપીપળા