*કુમકુમ મંદિર દ્વારા ખેડામાં શ્રી મુક્તજીવન સ્વામીબાપાની જયંતી ઉજવાઈ.*

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૫મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી તા. ર૪ સપ્ટેબરને શનિવારના રોજ ખેડા ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન,જીવનપ્રાણ બાપાશ્રી,શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પાલખી યાત્રા યોજાઈ હતી.શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો.સમૂહરાસ,સંતવાણી આદી કાર્યક્રમ યોજાયાં.આ પ્રસંગે ખેડાની નદીમાં કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જનનો વિધિ કરવામાં આવ્યો હતો.
*કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સત્સંગસભામાં જણાવ્યું હતું કે*, શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પ્રાગટ્ય ખેડાની પાવન ભૂમિ ઉપર થયું હતું. તેમણે સદ્ગરૂ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી.જીવનપ્રાણ સ્વામીબાપાએ ગુજરાત ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ પદે રહીને જનસમાજની સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશની ભૂમિ ઉપર તેઓ સૌ પ્રથમ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને લઈને ઈ.સ. ૧૯૪૮ માં આફ્રીકા પધાર્યા હતા. ત્યારથી વિદેશની અંદર સત્સંગ પ્રચારનો પ્રારંભ થયો છે અને જેને લઈને આજે અનેક મંદિરો સ્થપાયા છે.
અંતમાં શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી આશીર્વચન આપ્યાં હતા.આ પ્રસંગે ગુજરાત તેમજ લંડનથી મોટી સંખ્યામાં સત્સંગનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ