તણખલાંઓથી ભરેલા ઉદાસીન આકાશને ,
ચાલ સખી …
ખુલ્લી હવામાં બલૂનની જેમ ઊંચે ઉછાળી દઈએ ,
સુકાયેલી અને વહી ગયેલી થોડી પળોને ,
ચાલ સખી ….
ઓસની ભીનાશમાં સમયની સાથે ભીંજવી દઈએ ,
સોનેરી સૂરજને કેસુડાના રંગે રંગીને ,
ચાલ સખી ….
મુઠ્ઠીમાં તડકો ભરીને ક્યાંક છુટ્ટો વેરી દઈએ ,
હાથની આંગળીઓની ખાલી જગ્યા પુરીને
ચાલ સખી ….
અજવાળું પહેરીને ઉગમણે ચાલી નીકળીએ …!!
– બીના પટેલ.