ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા કોલેજના ૨૦૨૧-૨૨ વર્ષમાં થયેલી પ્રવૃત્તિઓ તથા એચીવમેન્ટ્સ નો અહેવાલ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યા ધ્વારા વિમોચન કરી પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. આ ગ્રંથમાં કુલ ૧૧૬ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જેમાં કોલેજ ધ્વારા યોજાયેલ સ્ટેટ લેવલ તથા નેશનલ લેવલના સેમીનાર, સામાજીક જાગૃતિ માહિતી, એકેડેમીક એક્ટીવીટીઝ, એન.એસ.એસ. તથા એન.સી.સીના કાર્યક્રમો, કોલેજની સિધ્ધિઓ તથા કોલેજનું પરિણામ વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હિમાંશુ પંડ્યાએ પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમો ધ્વારા સમાજોપયોગી પ્રવૃત્તિઓથી કોલેજ ધમધમે છે જેને હું બીરદાવું છુ. તેમણે વધુમાં કહ્યું હતુ કે આવા વાર્ષિક અહેવાલો તમામ ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓએ પ્રસિધ્ધ કરવા જોઈએ જે ડોક્યુમેન્ટેશનની દ્રષ્ટિએ જરૂરી છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોલેજની પ્રગતીનો શ્રેય જીએલએસ મેનેજમેન્ટનો સહયોગ, અધ્યાપકોનું કમીટમેન્ટ તથા વિદ્યાર્થીઓની સિધ્ધીઓને જાય છે. આ કાર્યક્રમમાં કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. આવો દળદાર અહેવાલ તૈયાર કરવામાં પ્રા.મીનાક્ષી વર્મા, પ્રા.અલ્પા પાઘડળ તથા પ્રા.મહેન્દ્ર વસાવાએ જહેમત લીધી હતી.