વલી નવરાત્રિના ૭માં નોરતે ગાંધીનગર ખાતે આવેલ કલ્ચર ફોર્મના અધ્યક્ષ કૃષ્ણકાંત ઝાહ ભાઈ, પુર્વ ડેપ્યુટી મેયર કાર્તિકભાઇ પટેલ તથા કલ્ચર ફોરમના સૌ પદાધિકારીઓ તેમજ ગાંધીનગર ના દંડક શ્રીમતી તેજલ બેન નાયી, કોબા ગામ પુર્વ સરપંચ શ્રી યોગેશભાઇ નાયી અને કોર્પોરેટર શ્રી હેમાબેન ભટ્ટ ,કોર્પોરેટર શ્રી મોનાલીબેન પટેલ તેમજ ગાંધીનગર મહાનરપાલિકાના કમિશનર શ્રીધવલભાઈ પટેલ દ્વારા માતાજીની આરતી કરવાની લ્હાવો લેવામાં આવ્યો હતો.
માં જગદંબાને પ્રાથના કરી કે સર્વે ગાંધીનગર ના રહીશો તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્ત્વમાં સમગ્ર ભારતના લોકોને સુખ-શાંતિ અને સમૃદ્ધિ તેમજ વિકાસની અવિરતપણે મોદી સાહેબનું સપનું વિશ્વ ગુરુ બનાવવાનું છે, તે પૂર્ણ થાય એવી માં જગદંબનાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી .