👌🏻 *મિત્રો ખૂબ કડવું છે.અને સત્ય પણ છે.આજે આ લેખ વાંચી શેર કરજો જેથી બીજાના પરિવારમાં થોડુંક જ્ઞાન થાય…*

મમ્મી પપ્પા ની મિલ્કત ની વહેચણી થતી હતી….બધા પોતાના અભિપ્રાય આપી રહ્યા હતા…હું શાંતિ થી પપ્પા મમ્મી ના ફોટા સામે જોઈ બેઠો હતો…
મિલ્કત ની વહેચણી મા આજે અગત્ય નો ભાગ ભજવનારા મમ્મી ની જીવલેણ બીમારી વખતે મોઢું ફેરવી ગયા હતા..મારી પત્ની સુધા એ દીકરી પણ ન કરે તેવી સેવા કરી હતી..તેનો સાક્ષી ભગવાન અને હું માત્ર હતો.
ઘડપણ અને સાથે માંદગી એપણ પથારી માં પછી…એ યાચના અને યાતના નું વર્ણન કરવું ઘણું દુઃખદ છે..છતાં આવા સંજોગો માં સુધા એ એક આદર્શ પત્ની ની ફરજ અદા કરી..આજે પણ જ્યારે મિલ્કત ની વહેચણી થતી હતી એ સમયે પણ તે અંદર ના રૂમ માં બેઠી હતી…
સોનું, રોકડ, બેન્ક ની ફિક્સ, શેર, વગેરે ની ઝીણવટ ભરી વહેચણી હાજર રહેલા ભાઈઓ અને બહેન કરી..રહ્યા હતા..સાથે ભાઈઓ ની પત્ની અને બહેન બનેવીઓ પણ હાજર હતા..
પિયર પક્ષ ની મિલ્કત માં ભાગ પડતા હોય ત્યારે જમાઈ ને દૂર રાખનારી દીકરી કહો કે પત્ની સસુર પક્ષ ની મિલ્કત માં ભાગ પડે ત્યારે કોર્ટ ના જજ જેવું કામ કરતી હોય છે..એ પણ હું મૂંગા મોઢે જૉઈ રહ્યો હતો…
મિલ્કત ની બધી વહેચણી પુરી થયા પછી હું ઉભો થયો..
મમ્મી ના રૂમ માં ગયો….મમ્મી ના ચશ્મા, થાળી, વાટકો,
ગાદલું, રજાઈ ઓશીકું, બેડપેન, પીવાનો પ્યાલો લોટો…
વહીલ ચેર વગેરે લઈ હું ક્રમશઃ બહાર આવ્યો…..
મેં ભીની આંખે કીધું….આની વહેચણી તો બાકી રહી ગઈ…
ત્યાં નાના ભાઈ ની વહુ બોલી આ બધું કોઈ ગરીબ બ્રાહ્મણ ને આપી દયો…આ વાપરેલી વસ્તુ કોણ વાપરશે…
હું મનમાં હસી પડ્યો…
મમ્મી ના પાર્થિવ શરીર ઉપર થી સોનાના ની બંગડી, ચેન, વિટી અને બુટ્ટી ઉતારવા માં અગ્રણીય રહેનાર નાનાભાઈ ની વહુ ને મારી માઁ નું સોનુ વાપરેલ ન લાગ્યુ.. તેનો તો ભાગ સરખે ભાગે પાડી લઈ લીધું..અને આ બધી વસ્તુ બ્રાહ્મણ ને આપી દેજો..વાહ રે દુનિયા વાહ…
*🪀અમારા ગ્રુપમાં જોડાવવા માટે* ⤵️https://chat.whatsapp.com/Ju2cpI5WlueLWHWe9N7uxr
મેં છેલ્લે કીધું આપણા ઘર માં બાપદાદા વખત ની જૂની પૂજા છે…કોઈ ને સાથે લઈ જવાની ઈચ્છા હોય તો.
મને જવાબ ની ખબર હતી….છતાં પણ ..મેં વાત મૂકી
બધા એકબીજા ની સામે જોવા લાગ્યા…કોઈ કહે ફાસ્ટ લાઈફ માં અમે પૂજા નહિ સાચવી શકીયે..કોઈ કહે..મંદિર માં પધરાવી દયો…કોઈ કહે તમેજ વર્ષો થી.પૂજા કરો છો તમેજ રાખો..
વર્ષો થી મારી માઁ ની પૂજા સમજો કે સેવા અમે જ કરતા હતા..તો શું માઁ બાપ ની મિલ્કત મારી થઈ ગઈ….?
હું મનોમન વિચારતો રહ્યો…
હે પ્રભુ…આ લોકો ને ખબર નથી એ પૂજા માં કેટલી તાકાત છે…કદાચ તારી મૂર્તિ સોનાની ધાતુ થી બની હોત તો આ લોકો પૂજા ઘરે લઈ જવા પડાપડી કરતા હોત.
એ લોકો કદાચ એવું વિચારતા હતા હશે કે તારી પૂજા કરવાથી ફાયદો શુ ? સ્વાર્થી દુનિયા છે.પ્રભુ.
તે લોકો થી અંતર બનાવ્યું છે તેનું કારણ હું સમજી ગયો . ફાયદો ન મળે તો તને પણ આ લોકો વેચી નાખે…
નાની બહેન બોલી ….તમારે નવા ઘર ની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ઘર માં રહો પછી આ ઘર નો પણ ફેસલો કરી નાખીએ….
મેં કીધું…એ ચિંતા ન કરો…તમે કોઈ ગ્રાહક શોધી લ્યો..હું અત્યારે જ ઘર ખાલ્લી કરવા તૈયાર છું….
મતલબ ..બધા એક સાથે બોલ્યા..
મતલબ સાફ છે….મારો…દીકરો દીપેન…અમને ઘણા વખત થી કેનેડા બોલાવે છે…પણ અમે મમ્મી ની તબિયત ને કારણે જતા ન હતા..મને એમ પણ હતું ભારત દેશ છોડી..મારા ભાઈ બહેન થી મારે દૂર નથી જવું…પણ એ માત્ર મારો ભ્રમ હતો…અને જયારે ભ્રમ ભાંગે ત્યારે કાં તો ભગવાન મળે નહીંતર જીવન જીવવા ની જડીબુટ્ટી મળે…
હું તો.ખુશ છું…મને તો ભગવાને મળ્યો અને જડીબુટ્ટી પણ
મારા પુત્ર દિપેન ના શબ્દો મને યાદ આવ્યા…
મારા પુત્ર દિપેન ને કેનેડા જતા મેં રોક્યો ત્યારે તેણે મને કીધું હતું….અહીં કોના માટે રહેવું છે…
પપ્પા તમે હજુ તમારું પોતાનું મકાન પણ નથી બનાવ્યું..
દાદા નાની ઉંમરે ગુજરી ગયા પછી ભાઈઓ અને બહેન ની જવાબદારી નિભાવવા માં તમે કોઈ બચત પણ કરી શક્યા નથી….તમે એવું ઈચ્છો છો…કે હું પણ આ ચક્કર માં પડી મારુ ભવિષ્ય બગાડું…
દુનિયા ઉગતા સુરજ ને પૂજે છે..પપ્પા …
તક ભગવાન દરેક વ્યક્તિ ને આપે છે..કોઈ લાગણી થી કામ લે છે..કોઈ બુદ્ધિ થી…તમે લાગણી થી.કામ લીધું તેનું પરિણામ હું જૉઈ રહ્યો છું…
ત્યારે મને દીપેન ની વાત સમજાઈ ન હતી…તે બાળક હોવા છતાં એ લાગણી નો વ્યાપાર સમજી ગયો હતો…
એ કેનેડા જતા જતા એક શબ્દ બોલ્યો હતો…
પપ્પા જો દિખતા હે વો અપના નહિ..અપના હૈ વો દિખતા નહીં..
તમે તમારી અને મમ્મી ની તબિયત નું ધ્યાન રાખજો..
સંસાર લાગણીશીલ વ્યક્તિઓ ની તબિયત થી બજાવે છે…સ્વાર્થી નહીં પણ જાગૃત રહેજો..ભોળા બનજો પણ ભોટ નહીં..થોડા પણ ગફલત માં રહ્યા તો સંસાર તમારી લંગોટ પણ ખેંચી નાખશે….
હક્ક વગર નું લેવું નહીં…અને હક્ક નું હોય તે છોડવું નહીં…હક્ક વગર નું લેવા જઇયે તો મહાભારત નું સર્જન થાય..અને હક્ક નું જતું કરીયે તો રામાયણ નૂ સર્જન થાય….એટલે ભવિષ્ય માં કોઈ પણ નિર્ણય લ્યો તો લાગણીશીલ બની ન લેતા…
મેં ભગવાન ની પૂજા સામે જોઈ હસી ને કીધું..હે પ્રભુ તેં કેનેડા જોયું નથી ને? હવે જ્યાં હું ત્યાં તું…
મારી સાથે તું આવીશ ને….?..
ચલ સામાન તારો પેક…કર .
મિત્રો..
ભગવાન ને સમજવા નો પ્રયત્ન કરશે તો સુખી થશો.
અને કોઈ વ્યક્તિ ને સમજવા પ્રયત્ન કરશો તો દુઃખી થશો
अपनों को आजमा कर तो देखो
भगवान से मोहब्बत ना हो जाए तो कहना
અજ્ઞાત… 🙏🙏🙏