નર્મદા જિલ્લો હવે સ્ટેચ્યૂઓફ યુનિટી ને કારણે વિશ્વફલક પર છે,ત્યારે પ્રવાસન ક્ષેત્રે વધુ તકો ઉભી કરવા ટુરિઝમ મંત્રાલય ભારત સરકાર દ્વારા ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સ્ટેક હોલ્ડર્સ ની બેઠક યોજવામાં આવી

- આબેઠક માં મંત્રી,ડિફેન્સ અને ટુરિઝમ,ભારત સરકાર અજય ભટ્ટ એ આ ક્ષેત્ર માં સન્કળાયેલા વ્યક્તિઓ ના પ્રતિભાવ સાંભળ્યા -જરૂર પડે ત્યાં યોગ્ય ખાત્રી આપી.
રાજપીપળા, તા7
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ટુરિઝમ મંત્રાલય ભારત સરકાર દ્વારા ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સ્ટેક હોલ્ડર્સ ની બેઠક યોજાઈ ગઈ .આ બેઠક માં નર્મદા જિલ્લામાં આવેલ હોટલ ના મલિક અને મેનેજર સહિત જિલ્લામાં હોમ સ્ટેય અને અન્ય રીતે પ્રવાસન ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ સાથે જિલ્લામાં ટુરિઝમ નો વિકાસ કેવી રીતે થાય તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.આ બેઠક માં હોટલ મેનેજમેન્ટ ને પડતી સમસ્યાઓ વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.આ મિટિંગ કેન્દ્ર સરકાર ના ડિફેન્સ અને ટુરિઝમ મંત્રી અજય ભટ્ટ ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. મંત્રી અજય ભટ્ટે તમામ સૂચનો સાંભળી ને તેનો વહેલી તકે નિકાલ લાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.
આ બેઠક માં હોટેલ મેનેજમેન્ટ સાથે જોડાયેલા વ્યક્તિઓ એ કેટલાક સૂચનો પણ કર્યા જેમાં જિલ્લામાં હોટેલ મેનેજમેન્ટ ને લગતો અભ્યાસક્રમ ભણાવતી સંસ્થા દ્વારા અહીં કેટલાક કોર્ષ ચાલુ કરાય જેથી સ્થાનિકોજ અહીં હોટલ વ્યવસાય સાથે સન્કળાય અને રોજગારી પણ મેળવી શકે.સાથેજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે રાત્રે અહીંના સ્થાનિકો દ્વારા સ્થાનિક નૃત્ય ના શૉ કરવામાં આવે તથા ખુબજ મોટો વિશાળ સમુદ્ર તટ જેવું સરદાર સરોવર છે તો ત્યાં વોટર સ્પોર્ટ્સ ને પણ પ્રોત્સાહન પ્રોત્સાહન આપવામાં આવે વી.વી.તંદુરસ્ત ચર્ચાઓ કરવામાં આવી જેમાં મંત્રી અજય ભટ્ટે તમામ સૂચનો સાંભળી ને મોટાભાગ ના પ્રશ્નો નું નિરાકરણ રાજય સરકાર મારફતેજ આવી શકે અને તેનો વહેલી તકે નિકાલ લાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે રાજ્ય સરકારને પણ આબાબતે જણાવવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.
આ બેઠક માં પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી,પૂર્વ મહારાજા રઘુવીરસિહજી ગોહિલ તથા મોટી સંખ્યામાં હોટેલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ જોડાયા હતા.
મંત્રી અજય ભટ્ટે આ બેઠક પહેલા વિશ્વ સહુથી ઊંચી પ્રતિમા સ્ટાચુ ઓફ યુનિટી એ પહોંચી સરદાર સાહેબ ને વઁદન કર્યા હતા અને ગદગદ થઈ મઁત્રી ના દિવ્ય સ્વપ્ન સમા પ્રોજેકટ ને બિરદાવ્યો હતો
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા