જામકંડોરણા તાલુકાના જામદાદર ખાતે રહેતા ખેડૂત હરિભાઈ કપુરીયાનું દુઃખદ અવસાન થતા જામકંડોરણા યાર્ડના પૂર્વ ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર દ્વારા માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોળાભાઈ સોલંકીને ચક્ષુદાન તેમજ સ્કીન ડોનેશન અંગે જણાવતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમ દ્વારા સ્વ.ના ચક્ષુદાન અને સ્કીન ડોનેશન અંગેની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી હતી. સ્વ.ના ચક્ષુઓને ધારાસભ્ય અને ખેડૂત નેતા જયેશ રાદડિયા અને પરિવારજનો દ્વારા માનવસેવા યુવક મંડળના કાર્યકર્તાઓને સોંપવામાં આવ્યા હતા. સ્વ.ના ચક્ષુઓને રાજકોટ ખાતેની જી.ટી. શેઠ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય અને ખેડૂત નેતા જયેશ રાદડિયાએ સ્વ.ના પરિવારજનોની સેવાઓને બિરદાવી હતી.

અહેવાલ :- રશમીનભાઈ ગાંધી, જામકંડોરણા